ડાંગનાં આહવા અને વઘઇમાં ઇદ-એ-મિલાદની ઉજવણી કરાઈ..

0
108
ડાંગ:- મદન વૈષ્ણવ

ઇદ-એ-મિલાદની ઉજવણી ગુજરાત અને ભારતમાં જુદી જુદી જગ્યાએ થાય છે.ત્યારે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ડાંગ જિલ્લામાં ઈદે મિલાદ જુલૂસ માટે પરવાનગી માંગવામાં આવી હતી. અને ડાંગનાં મુખ્ય મથક આહવા નગરનાં રાણી ફળિયા વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદુન્નબીનાં પર્વની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી…ડાંગ જિલ્લાનાં આહવા અને વઘઇ નગરમાં  મુસ્લિમ બિરાદરો અને નગરવાસીઓ દ્વારા આ કોમી એકતાનું પ્રતીક સમાન ઈદ એ મિલાદનાં તહેવારની ઉજવણી કરાઈ હતી.આહવા અને વઘઇ નગરનાં તમામ મુસ્લિમ ભાઈઓ તથા બહેનોએ તેઓનાં વિસ્તારનાં આગેવાનો તથા ડાંગ જિલ્લા લઘુમતી મોર્ચાનાં અગ્રણીઓમાં બબલુ ઉર્ફ તરબેઝ અહેમદ,આસીફ શાહ,આરીફ શાહ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઈદ-એ-મિલાદનાં પારંપરિક તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

આ તહેવારની ઉજવણીમાં ડાંગ પોલીસ વિભાગ દ્વારા ખડે પગે ઉભા રહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો..

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here