હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની હર્ષોલ્લાસ સાથે ઉઉજવણી કરાઇ

0
89
પંચમહાલ.હાલોલ

રિપોર્ટર.કાદિર દાઢી

ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયગંબર સાહેબની યાદમાં ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઇ છેલ્લા કેટલાક દિવસોથી નગરના વિવિધ વિસ્તારોને રંગારંગ રોશની કરી ઝગમગતું કર્યું હતું જ્યારે મંગળવારના રોજ ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ હાલોલ નગરના મુસ્લીમોમાં ભારે ઉત્સાહ સાથે બિરાદરો અને બાળકોએ અવનવા પોશાક પેહરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી જ્યારે હાલોલના લીમડી ફળિયા અમીરે મિલ્લ્ત ચોક ખાતેથી જુલૂસ નીકળ્યું હતું જે નગરના કસ્બા હુસેની ચોક, રહીમ કોલોની,ખોખર ફળીયા, કરીમ કોલોની,101 કોલોની,કોથીફલિયા,બાદશાહ બાબાની દરગાહ,પાવાગઢ રોડ, મહમદ સ્ટ્રીટ,કુંભાર વાળા,મોઘાવાલા, ઘોડાપીરની દરગાહ થઈ પરત લીમડી ફળિયા ખાતે પહોચ્યું હતું અને સલાતો સલામ બાદ નિયાઝ તકસિમ કરવામાં આવી હતી જ્યારે લીમડી ફળિયા ખાતે મહિલાઓનો ઇસ્તિમાનું પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી જ્યારે ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ નગરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક માહોલમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.


સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here