રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો શુક્રવાર તા.૨૨ ઓકટોબર થી આગામી ૫મી જાન્યુઆરી-ર૦રર સુધી યોજાશે.

0
63


રાજ્યના સામાન્ય માનવીને ઘર આંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોચાડવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિત અભિગમ*

……

-: *રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો શુક્રવાર તા.૨૨ ઓકટોબર થી

આગામી ૫મી જાન્યુઆરી-ર૦રર સુધી યોજાશે* :-

…..

*શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં મળી રપ૦૦ સેવાસેતુ કાર્યક્રમમાં પ૬ જેટલી વિવિધ

સેવાઓ પૂરી પાડવામાં આવશે*

__________________

*દર અઠવાડિયે શુક્ર-શનિ બે દિવસ સવારે ૯ થી સાંજે પ

વાગ્યા સુધી યોજાશે સેવાસેતુ*

………..………………….

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ-નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો યોજવાનો જનહિત નિર્ણય કર્યો છે*.

*રાજ્યમાં આ અંતર્ગત તા. ૨૨ ઓકટોબર-ર૦ર૧ થી પ જાન્યુઆરી-ર૦રર સુધીમાં રપ૦૦ સેવાસેતુ કાર્યક્રમો યોજાશે*

.

*મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે-૯ થી સાંજે પ વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે*.

આ સેવાસેતુમાં રાજ્ય સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની પ૬ જેટલી સેવાઓ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવશે.

આવા સેવાસેતુ કાર્યક્રમ માટે ગ્રામ્ય કક્ષાએ ૬ થી ૮ ગામો વચ્ચે એક કેમ્પ તેમજ શહેરી વિસ્તારોમાં મહાનગરોમાં આ સમયગાળામાં ૪ થી ૧૦ સેવાસેતુ તથા નગરપાલિકા વિસ્તારોમાં ૪ થી પ વોર્ડનું એક યુનિટ બનાવીને તમામ નગરપાલિકાઓમાં ર થી ૩ સેવાસેતુ કાર્યક્રમો યોજવાનું આયોજન છે. સેવાસેતુ યોજાશે તે કાર્યક્રમ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓ મળી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવશે.

એટલું જ નહિ, સિનીયર સિટીઝન્સ અને દિવ્યાંગ અરજદારો-રજુઆત કર્તાઓ માટે અલાયદી યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ વહીવટમાં કાર્યક્ષમતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાને સરકારના હાર્દરૂપ ગણ્યા છે*.

*તેમણે અવાર-નવાર પોતાના જાહેર કાર્યક્રમોમાં એવી નેમ પણ વ્યકત કરેલી છે કે સામાન્ય-અદના માનવીને ઓછામાં ઓછી તકલીફ પડે, સરળતાએ યોજનાકીય લાભ મળે તે સરકારની પ્રાથમિકતા છે*.

*મુખ્યમંત્રીશ્રીએ આ નેમને સાકાર કરવાના જનહિત અભિગમથી સેવાસેતુના આ સાતમા તબક્કાનો પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો છે*.

તેમણે રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અન્ય પદાધિકારીઓને પણ આ સેવાસેતુ કાર્યક્રમમાં સહભાગી થવા પ્રેરિત કર્યા છે.

*અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સેવાસેતુના ૬ સફળ તબક્કાઓના આયોજનથી ર.૩૦ કરોડ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી છે*.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here