અરવલ્લીના મેઘરજના વાવકંપા ગામે શ્રી ભીડ ભંજન હનુમાનજી મંદિર ખાતે ત્રી દિવસીય ભાવ પ્રતિષ્ટા મોહોત્સવ યોજાયો

0
14
અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ(બ્યુરો ચીફ )

અરવલ્લીના મેઘરજના વાવકંપા ગામે શ્રી ભીડ ભંજન હનુમાનજી મંદિર ખાતે ત્રી દિવસીય ભાવ પ્રતિષ્ટા મોહોત્સવ યોજાયો

અરવલ્લી મેઘરજ તાલુકાના વાવકંપા ગામે ત્રી દિવસીય ભાવ પ્રતિષ્ઠા મોહોત્સવ યોજાયો હતો જેમાં સવંત 2078 ના કારતક વદ છ ને ગુરુવારના રોજ મૃત્તિ ની પ્રાણ પ્રતિષ્ટા કરવામાં આવી હતી જેમાં મંદિરમાં પરિસરમાં યજ્ઞ શાળા બનાવી મંત્રો ઉચ્ચાર કરી વિધિ પૂર્વંક મહા યજ્ઞ કરી પૂજા અર્ચના કરી હતી. મંદિરના પ્રતિષ્ઠા મોહોત્સવ દિવસે ખાસ બલ્ડ ડોનેટ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત મૂર્તિ ની શોભાયાત્રા ગામની અંદર ઢોલ નગારા સાથે કાઢવામાં આવી હતી વધુમાં આ દિવસે ખાસ મહેમાનો અને વડીલો નું સન્માન કરવામાં આવ્યું હતું અને મંદિરના દાતા શ્રીઓ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું  અંતમાં મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન વાવકંપા ના ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકીય પક્ષના આગેવાનો, તેમજ આજુબાજુના આગેવાનો, વડીલો,યુવાનો સહીત અનેક લોકો હાજર રહ્યા હતા

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here