ક્રિકેટની દુનિયામાં નવા શિખર સર કરતા અમદાવાદના ખેલાડી લલિત ઇન્દ્રેકર

0
52


પુરા વિશ્વમાં ક્રિકેટ રમત માટે લોકો ખુબ જ ઉત્સાહિત જોવા મળે છે અને બાળકો થી માંડીને યુવાઓ અને વડીલોમાં પણ પસંદગીની રમત માનવામાં આવે છે. ભારતીય ખેલાડીઓ કે જે ખુબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે તેવા સમયમાં ઘર આંગણે રમાતી ટુર્નામેન્ટ્સ માં પણ ખેલાડીઓ પોતાની રમતમાં ઓતપ્રોત થઇને રાજ્યનું અને દેશનું નામ પુરા વિશ્વમાં વધારીને ગૌરવ પ્રાપ્ત કરાવી રહ્યા છે.

આવા જ અમદાવાદના એક યુવા ક્રિકેટર લલિત ઇન્દ્રેકર છે કે જેઓ નાનપણથી જ ક્રિકેટની રમત માં રુચિ ધરાવતા હતા અને જેના માટે તેઓ ખુબ જ કેહનાત કરતા હતા શાળા કક્ષાથી માંડીને નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ક્રિકેટ રમીને ગુજરાત અને દેશનું ગૌરવ તેઓ વધારી ચુક્યા છે.

 

તેઓ ક્રિકેટમાં બેટ્સમેન અને વિકેટકીપરનો અનોખો સંગમ ધરાવે છે અને પોતાની ટીમને જીત સુધી લઇ જવા માટે અગત્યનો ભાગ ભજવે છે. લલિત ઇન્દ્રેકર શાળા કક્ષાએ ઇન્ટર સ્કૂલ 2015 થી 2017 સુધી ક્રિકેટ રમીને આગળ આવ્યા બાદ રાજ્યનો પ્રતિષ્ઠિત ગણેશ કપ દિલીપ ટ્રોફી પણ ગુજરાત રાજ્ય તરફથી રમી ચુક્યા છે.

 

લલિત ઇન્દ્રેકર 2017 થી 2019 સુધી વેલીયન્ટ ક્રિકેટ લીગ રમી ચુક્યા છે જેમાં 2017 માં તેમની ટિમને ચેમ્પિયન બનાવવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ત્યારબાદ તેઓએ 2019 માં એસ.કે. પ્રીમયર લીગ રમીને પણ ચેમ્પિયનશિપ જીતી હતી. 2017 થી 2020 સુધી ગોઆ ખાતે આયોજન થતી ગોવા ક્રિકેટ લીગમાં પણ રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને સ્પર્ધામાં જીત મેળવી હતી.

 

લલિત તેમના સાથી ક્રિકેટરો ગાઝી સજાઉદ્દીન કે જેઓ નાગાલેન્ડ ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલ છે અને ઓએનજીસી દિલ્હીના ક્રિકેટર અમિત બેંગ સાથે ક્રિકેટ લીગમાં ભાગ લઈને ગુજરાતનું નામ દેશભરમાં રોશન કરી રહ્યા છે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here