ઝઘડીયા તાલુકાના રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શનિવારે ઓર્થોપેડિક કેમ્પ યોજાશે

0
48
 

ઝઘડીયા તાલુકાના રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શનિવારે ઓર્થોપેડિક કેમ્પ યોજાશે

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે તા.૨૭ મી નવેમ્બરને શનિવારના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી ઓર્થોપેડિક કેમ્પ યોજાશે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના ઉપક્રમે યોજાનાર આ કેમ્પમાં વર્ષો જુની સાંધાની તકલીફ, ઘૂંટણનો ઘસારો, કમરમાં તેમજ સાંધામાં સોજો અને લાલાશ રહેવી, સાંધા જકડાઇ જવા તેમજ હલનચલનમાં તકલીફ, પગ વાંકા વળી જવા તેમજ ચાલવામાં તકલીફ થવા જેવી વિવિધ શારીરિક અને ઓર્થોપેડિક તકલીફોવાળા દર્દીઓને નિષ્ણાત ઓર્થોપેડિક સર્જન દ્વારા તપાસીને નિદાન કરવામાં આવશે. વધુમાં જણાવાયા મુજબ આયુષ્યમાન ભારત આરોગ્ય કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.

ઈરફાન ખત્રી
રાજપારડી

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here