વિજાપુર થી મહેસાણા ફરતા ઇકો ખાનગી વાહનો વાળા પેસેન્જરો પાસેથી બસ ભાડા કરતા ડબલ ભાડું વસુલ કરતા હોવાની રાડ

0
18
વિજાપુર થી મહેસાણા ફરતા ઇકો ખાનગી વાહનો વાળા પેસેન્જરો પાસેથી બસ ભાડા કરતા ડબલ ભાડું વસુલ કરતા હોવાની રાડ

વાત્સલયમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં ફરતા ઇકો ગાડીઓ વાળા એ બસ ભાડા કરતા ડબલ ભાડું ઉઘરાવી ને ટ્રાફીક પોલીસ થી નજારોથી બચી ફરી રહી છે અને આ ખાનગી વાહનો મુસાફરો પાસેથી ડબલ ભાડું વસુલ કરે છે મહેસાણા થી વિજાપુર તેમજ વિજાપુર થી મહેસાણા તરફ મુસાફરો તેમજ નોકરિયાતો ની ભારે અવર જવર થતી હોય છે સવાર તેમજ સાંજ ના સમયે અવર જવર ના કારણે બસો ખીચોખીચ ભરાઈ જતી હોય છે ત્યારે રહી ગયેલા મુસાફરો ને ખાનગી વાહનો નો સહારો લેવો પડે છે જે તક નો લાભ ઉઠાવી ખાનગી વાહનો વાળા બસ ભાડું ત્રીસ રૂપિયા જ્યારે ખાનગી ઇકો નું ભાડું પચ્ચાસ રૂપિયા વસુલ કરતા હોવાની અવર જવર કરતા લોકો માં ફરીયાદ ઉઠી છે ટ્રાફીક ની લાંચ માં એક ખાનગી ટાઉટર તેમજ ટીઆરબી જવાન પકડાયા બાદ હાલ માં ખાનગી વાહનો ટ્રાફીક પોલીસ તેમજ હાઈવે પોલીસ ની નજરો માંથી બચી દોઢું ભાડું વસુલ કરીને ફરી રહી છે તંત્ર આવા ખાનગી વાહન લઈને તકનો લાભ ઉઠાવી રહેલા ફરતી ઇકો ગાડીઓ વાળા સામે સખ્ત પગલાં ભરશે કે કેમ એક યક્ષ પ્રશ્ન છે તેમજ સાંજ અને સવાર ફરતી બસો પેસેન્જરો માટે કોઈ વ્યવસ્થા થાય તો અવર જવર કરતા મુસાફરો પાસેથી વધુ ભાડું ઉઘરાવતા ખાનગી વાહનો ચાલકો થી બચી શકાય તે માટે સરકાર સકારાત્મક પગલાં ભારે તેવી માંગ ઉઠી રહી છે

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here