રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તરીકે ગુંજન મલાવીયા ની સર્વ સંમતિ થી નિમણુંક થતા હર્ષ ની લાગણી

0
14


રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તરીકે ગુંજન મલાવીયા ની સર્વ સંમતિ થી નિમણુંક થતા હર્ષ ની લાગણી

કોરોના ના કાળ ના કપરાં સમય મા પોતાના સ્વાસ્થ્ય ની પરવાહ કર્યા વગર જરૂરિયાત મંદો સુધી મદદ પોહચાડી

સમગ્ર દેશ માટે ઉદાહરણ બનેલા નોંધારા ના આધાર પ્રોજેકટ મા ચાવી રૂપ ભૂમિકા

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તરીકે ગુંજન ભાઈ ની સર્વ સંમતિથી એ નિમણૂક થતાં લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ આજથી છ વર્ષ પહેલા ગુંજન ભાઈ કિરીટભાઈ મલાવીયા એ રાજપીપળાના વૈષ્ણવ વણિક સમાજની અલગ-અલગ પેટા જ્ઞાતિઓ ને ભેગી કરી તેઓમાં સંકલન ઉભો કરી જ્ઞાતિજનોના સહકારથી લગ્નના મેળાવડા, સમાજના સ્નેહમિલન, બ્લડ ડોનેશન કેમ્પ જેવી સમાજને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરી સમાજને સંગઠીત અને મજબૂત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

કોરોના ના કપરા સંજોગોમાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના અગ્રણીઓની સાથે મળી તંત્ર સાથે સંકલન કરી સુરત તરફથી પગપાળા ચાલી આવતા ભૂખ્યા તરસ્યા શ્રમિકો ને આદર્શ નિવાસી શાળા માં રોકાણ કરાવી તેઓને સતત ૪૨ દિવસ સુધી બે ટાઇમ જમવાનું અને ચા નાસ્તાની વ્યવસ્થા ઊભી કરી માનવતા માટે એક ઉદાહરણ રજૂ કર્યું હતું. એટલે સુધી કે જ્યારે શ્રમિકો ને તેમના વતન મોકલવા માટે તંત્ર દ્વારા મંજૂરી અપાતા બસ મા બેસાડી રવાના કરવા સુધી ખડેપગ રહયા હતા.

કોરોના ની બીજી લહેર માં જ્યારે કોરોના પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ચારે તરફ હાહાકાર મચાવી દીધું તેવા સમયે પણ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર મેડીકલ સુવિધાઓ ની જરૂરિયાત ધરાવતા દર્દીઓ સુધી વિવિધ પ્રકારે પોતાની મદદ પહોંચાડી હતી અને કોરોના માં મૃત્યુ પામેલા હતભાગીઓ ના અગ્નિ સંસ્કાર કરવાની વ્યવસ્થા ઉભી કરી તેઓને અવ્વલ મંજિલ સુધી પહોંચાડવાનું પણ કાર્ય સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

કોરોના ની બીજી લહેર માં જ્યારે લોકો ટપોટપ મરી રહ્યાં હતા અને એક દિવસ તો એવો આવ્યો કે એક જ દિવસમાં 16 લોકો મોતને ભેટતાં સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાઈન લાગે તેવી અભૂતપૂર્વ પરિસ્થિતિ ઉદ્ભવી હતી આ તમામ ઘટનાક્રમને જોઈ અને દૂરંદેશી અભિગમ અપનાવી હાલ ના સ્મશાન ની અંદર સીએનજી ગેસ આધારિત ભટ્ટી ઉભી કરવા માટે નવા આવેલા જિલ્લા કલેકટર ડી.એ શાહ સમક્ષ રજુઆત કરી તંત્ર નો સહકાર માંગ્યો હતો જેમા વિવિધ અંતરાયો ને વટાવી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here