સુરેન્‍દ્રનગર જિલ્લાના હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા.

0
11
વાત્સલ્યમ સમાચાર ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર

સુરેન્‍દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ બહાર પાડેલું જાહેરનામું.

ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની સામાન્ય/પેટા ચૂંટણી ૨૦૨૧ને ધ્યાને લઈ સુરેન્‍દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જિલ્લાના તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં દિન-૨માં જમા કરાવી દેવા સુરેન્‍દ્રનગર ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અનિલ કુમાર ગૌસ્વામીએ એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે સુરેન્‍દ્રનગર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમજ જિલ્લાના સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રીઓ તરફથી આપવામાં આવેલ હોય તેવા હથિયારના પરવાનેદારોએ તેમજ દેશના કોઈપણ રાજયના કોઈપણ હથિયાર લાયસન્‍સ આપનાર સત્તાધિકારી પાસેથી હથિયાર લાયસન્‍સ મેળવેલ હોય તેમને પણ લાગુ પડશે તેમજ આ આદેશ સમગ્ર સુરેન્‍દ્રનગર જિલ્‍લા વિસ્‍તારમાં રહેતા અને સુરેન્‍દ્રનગર જિલ્‍લાની મુલાકાતે આવેલ તમામ હથિયાર પરવાના ધારકોને પણ લાગુ પડશે. હથિયાર ખરીદ/વેચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરી વેચાણ આ સમયગાળા દરમ્‍યાન કરશે તો પણ હથિયારની સોપણી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી પરવાનાધારકને કરી શકશે નહીં. સબંધિત પોલીસ સ્‍ટેશને પરવાનેદારને તેમનું હથિયાર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી પરત કરવાનું રહેશે અને તેમના માટે કોઈ અલગ હુકમની જરૂરત રહેશે નહીં. જે હથિયાર પરવાનાઓની મુદત પૂર્ણ થયેલ હોઈ અને રીન્યુઅલ અર્થે અત્રેની કચેરીમાં રજુ કરેલ હોય તેવા હથિયાર પરવાના હથિયારો પરવાનાની ઝેરોક્ષ નકલ, રીન્યુ અરજી રજુ કર્યાની આ કચેરીની કોમ્પ્યુટરાઈઝડ પહોંચ કે જેમાં સહીની જરૂર રહેતી નથી. તેવી પહોંચ તથા રીન્યુ ફી ભર્યા અંગેની ચલણની નકલની ખરાઈ કરી જમા લેવાના રહેશે. તેવી જ રીતે ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થયે પરત સોંપવાના રહેશે.સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર મત વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ(બેંક, કોર્પોરેશન સહિત) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તથા જે રાજ્ય, રાષ્ટ્રીય કે આંતરાષ્ટ્રીય લેવલની શુટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટસ પર્સન તરીકે પરવાનો ધરાવે છે તેમને હથિયાર જમા કરાવવામાંથી મુકિત આપવામાં આવે છે. માન્‍યતા ધરાવતી સિકયુરીટી એજન્‍સીઓના ગનમેન કે જેઓ રાષ્‍ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્‍કો, એ.ટી.એમ. તથા કરન્‍સી ચેસ્‍ટની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સિકયુરીટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાં આથી મુકિત આપવામાં આવે છે. આવા સિકયુરીટી ગાર્ડએ તેઓ બેન્‍કમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સબંધિત બેન્‍ક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે. કેન્‍દ્ર સરકાર તેમજ રાજય સરકારના અધિકારી/કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયાર ધારણ કરવાની મંજૂરી આપેલ છે અથવા ચૂંટણીની ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહીં. જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી સુરેન્‍દ્રનગરએ ખાસ પરવાનગી આપેલ હોય તેમને લાગુ પડશે નહીં. હથિયારના પરવાનેદારોએ સબંધિત પોલીસ સ્‍ટેશનમાં ફકત પરવાનાવાળા હથિયારો જમા કરાવવાના રહેશે. તેના કાર્ટીસ/દારૂગોળો જમા કરાવવાની જરૂર નથી. આ આદેશનું પાલન નહીં કરનાર આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here