કલેકટર શ્રી ના અધ્યક્ષસ્થાને નારી સંરક્ષણ કેન્દ્ર ભરૂચની વ્યવસ્થાપક સમિતિની મળેલ બેઠક

0
39
ભરૂચ નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે વ્યવસ્થાપક સમિતિની મીટીંગ તેમજ સખી વન સ્ટોપ યોજના અંતર્ગત મોનીટરીંગ સમિતિની બેઠક જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને મળી હતી
બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી એ નારી સંરક્ષણ કેન્દ્રની વ્યવસ્થાપક સમિતિની મીટીંગમાં એજન્ડા મુજબ જરૂરી ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડયું હતું
ત્યારબાદ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ધ્વારા ઘરેલું હિંસાથી પીડિત મહિલાઓને આશ્રય સહિતની તમામ સુવિધા એક જ સ્થળેથી મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર-ભરૂચ ખાતે કાર્યરત છે સખી વન સ્ટોપ યોજના અંતર્ગત મોનીટરીંગ સમિતિની બેઠકમાં કલેકટરશ્રીએ સખી વન સ્ટોપ યોજનાની કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી પરામર્શ કરી ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડયું હતું આ વેળા કલેકટર શ્રી એ નારી સંરક્ષણ ગૃહ અને શિશુ ગૃહની મુલાકાત પણ લીધી હતી
બેઠકમાં નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર, ડી.વાય.એસ.પી શ્રી, ચાઇલ્ડ વેલ્ફર કમિટિના સભ્ય શ્રી, મહિલા અને બાળ અધિકારી કચેરીના પ્રતિનિધિ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી, સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા

રિપોર્ટર ,યુસુફ મલેક ભરૂચ

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here