શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

0
49
વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટર :- રમેશ મહેશ્વરી દ્વારા

ભુજ કચ્છ :- લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર.એચ.એમ.ગોહિલ તથા પો.સબ ઇન્સ.આઈ.એચ.હિંગોરાના નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર / ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે એક ઇસમ જેણે શરીરે વાદળી લાલ કલરનું શર્ટ પહેરલ છે.અને તે રેલ્વે સ્ટેશન તરફથી ભીડનાકા તરફ શંકાસ્પદ મોટર સાઇકલ લઇને પસાર થવાનો હોઇ જેથી તુરત જ વર્ક આઉટ કરી વોચમાં રહી બાતમી મુજબનો ઇસમ શંકાસ્પદ મો.સા.સાથે આવતા મજકુર ઇસમને રોકી તેનુ નામ – ઠામ પુછતા પોતાનું નામ મામદ ઈબ્રાહીમ કૈવર (ઉ.વ.૩૩) રહે.ભુતેશ્વર મંદીર બાજમાં,ભીડ નાકા બહાર,ભુજ વાળો હોવાનુ જણાવેલ તેમજ મજકુર ઇસમના કબ્જાની મોટર સાયકલ હીરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ રજીસ્ટ્રેશન નંબર-GJ-12-M-1194.ના

માલીકી બાબતેના આધાર – પુરાવાની માંગણી કરતા પોતાની પાસે કોઇ આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ, જેથી મજકુર ઇસમના કબ્જાના મોટર સાયકલ શક પડતી મિલકત તરીકે ગણી સી.આર.પી.સી. કલમ -૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી કલમ – ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી આગળની યોગ્ય તપાસ અર્થે ભુજ શહેર “ બી ” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here