ચોટીલામાં ઉર્ષ-એ-શાહજીમિયાં સરકારની ચાલતી તડામાર તૈયારી : આવતી કાલે યોજાશે ઉર્ષ

0
83
(અહેવાલ : મોહસીનખાન પઠાણ)

ચોટીલામાં આવેલ હઝરત શાહજીમિયાં બાપુ ચિશ્તી રહેમતુલ્લાહ અલયહે ના નવમાં ઉર્ષ મુબારકની ચોટીલામાં આવેલ ઘાંચીવાડ સ્થિત દરગાહ ખાતે છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મસ્જિદ થી કબ્રસ્તાન પાસે આવેલ દરગાહ સુધી અલગ અલગ પ્રકાર ની લાઈટો થકી રોશની કરવામાં આવી છે. તેમજ દરગાહના ગુંબદ પર પણ વિશેષ પ્રકારની લાઈટો લગાડી સણગારવામાં આવી છે જે રાજકોટ થી ચોટીલા તરફ આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમજ દરગાહ પાસે આવેલ મેદાનમાં ઠંડી ને જોતા મોટો ડોમ બનાવવામાં આવ્યો છે જેમાં તમામ કાર્યક્રમો યોજાશે.
તારીખ ૦૩-૧૨-૨૦૨૧ ને શુકવાર ના રોજ સવારે ૦૯ વાગ્યે બહેનોની કુરાન ખ્વાની, બપોરે ૧૨ વાગ્યા થી સાંજે ૦૭ વાગ્યા સુધી ન્યાઝ(જમણવાર), બપોરે ૨ વાગ્યે અલ-મદીના પાર્કમાં આવેલ બાપુના ખાનકાહ થી દરગાહ સુધી જુલુસ યોજાશે. ત્યાર બાદ સંદલ બાપુ ની મજાર પર પેશ કરવામાં આવશે. અને રાત્રે ૦૯:૩૦ કલાકે નાત ખ્વાની યોજાશે જેમાં ભાવનગરના મશહૂર નાત ખ્વા હાફિઝ હસન રઝા અને ગ્રુપ, ગોંડલના મશહૂર નાત ખ્વા શબિર બરકાતી-ફારૂક બરકાતી અને સૈયદ અબ્દુલકાદિર-અલ-કાદરી નાત શરીફ પઢશે. આ ઉર્ષ ની ઉજવણીમાં હઝરત શાહજીમિયાં બાપુના ફરઝંદ પીરે તરીકત હઝરત સૈયદ ફાઝીલમિયાંબાપુ ચિશ્તી(ઇંગ્લેન્ડ), હઝરત સૈયદ સમસુદિનબાપુ ચિશ્તી(અમદાવાદ), હઝરત સૈયદ જહાંગીરમિયાં બાપુ(પાલીતાણા), હઝરત સૈયદ બશારતહુસેન બાપુ(વિરમગામ), હઝરત મો. સૈયદ ખલીલપીર(ઇંગ્લેન્ડ), હઝરત સૈયદ સોહિલબાપુ કાદરી(વાંકાનેર) ખાસ હાજરી આપશે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here