વાંસદા તાલુકાની બે વર્ષ -2022 અને 2023 માં ટર્મ પૂરી થયા બાદ ચૂંટણી યોજાશે.

0
145

રિપોર્ટર .પ્રિતેશ પટેલ,વાંસદા,
22 ગ્રા . પં.ની વર્ષ -2022 અને 2023 માં ટર્મ પૂરી થયા બાદ ચૂંટણી યોજાશે વાંસદા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગતા વાતાવરણમાં ગરમાટો આવ્યો છે . મંગળવારે ફોર્મ ભરવાના બીજા દિવસે સરપંચપદ માટે 16 અને વોર્ડ સભ્ય માટે 59 મળી કુલ 75 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા . દિવસભર તાલુકા પંચાયત કચેરીએ લોકોનો ધસારો જોવા મળ્યો હતો . વાંસદા તાલુકાની 86 ગ્રામ પંચાયતમાંથી હાલ 64 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 4 ગામમાં પેટા ચૂંટણી મળી કુલ 68 ગામોમાં ચૂંટણી જાહેર થતા વાતાવરણમાં ગરમાટો આવ્યો છે . આ સાથે ઉમેદવારોએ પોતપોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવાના શરૂ કરતા તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત કચેરીમાં લોકોનો ધસારો જોવા મળ્યો હતો  મંગળવારે ફોર્મ ભરવાના બીજા દિવસે સરપંચપદ માટે 16 અને વોર્ડ સભ્યએ ફોર્મ જમા કરાવ્યાં હતા . ગોદાબારી ગામે માત્ર સરપંચપદ માટે પેટાચૂંટણી યોજાશે . કંબોયા , વાંદરવેલા , ચોંઢા ગામે વોર્ડ સભ્યની પેટાચૂંટણી યોજાશે . તાલુકાની 22 ગ્રામ પંચાયતની વર્ષ -2022 અને 2023 માં ટર્મ પૂરી થયા બાદ ચૂંટણી યોજાશે .

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here