વાત્સલ્યમ સમાચાર
કાદિર દાઢી હાલોલ
હાલોલ નગર ની મધ્યમાં તળાવ કિનારા ઉપર આવેલ આશરે 150 વર્ષ પૌરાણિક શરણેશ્વર મહાદેવ મંદિરનો જીણોદ્ધાર ( નવ નિર્મિત ) મંદિરનું ભૂમિ પૂજન કાંકરોલી યુવરાજ પ.પૂ.ડૉ. વાગીશકુમાર મહોદયશ્રી ના કર કમળો દ્વવારા વૈદિક મંત્રોચાર સાથે કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રંસગે કંજરી રામજી મંદિર ના મહંત શ્રી રામશરણદાસજી મહારાજ, પ.પૂ. ઇન્દ્રવદનભાઈ પંડ્યા, સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહીત નગરજનો અને વિવિધ સમાજ ના આગેવાનો અને શિવભક્તો ની ઉપસ્થિતિમાં માં કરવામાં આવ્યું હતું.
હાલોલ નગર ની મધ્યમાં તળાવ કિનારા ઉપર આવેલ આશરે 150 વર્ષ પૌરાણિક દેવાધિદેવ મહાદેવ શરણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર પૌરાણિક થઇ ગયું હોવાથી તેનો જીણોદ્ધાર જરૂરી હોઈ શરણેશ્વર મહાદેવ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ સીતારામ સત્સંગ મંડળ હાલોલ તેમજ શ્રી સમસ્ત ભ્રમ સમાજ દ્વવારા આ ભગીરથ કાર્ય ઉપાડી આ મંદિર ને નવ નિર્મિત કામ નો આજે આરંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મંદિર નું ભૂમિ પૂજન કાંકરોલી યુવરાજ પ.પૂ.ડૉ. વાગીશકુમાર મહોદયશ્રી ના કર કમળો દ્વવારા વૈદિક મંત્રોચાર સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્યશ્રી નું તેમજ અન્ય મહાનુભવો નું આયોજકો દ્વારા ઉપસ્થિત સૌ આગેવાનોએ હાથ ઊંચા કરીને હર હર મહાદેવ હર, વલ્લભાધીશ કી જય, આજ કે આનંદ કી જય ના જયઘોષ કરતા સ્વાગત કરતા ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.