સરકારી નોકરી માટેની એકજ તક મેળવી રહેલા કૃષિ ડિપ્લોમા અને BRS ના હક પર તરાપ મારવાનું ષડયંત્ર

0
134
વાત્સલ્યમ્ સમાચાર, ગીર સોમનાથ
સરકારી નોકરી માટેની એકમાત્ર ગ્રામસેવકની ભરતીમાં તક મેળવી રહેલા કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી.આર.એસના વિદ્યાર્થીઓના હક પર તરાપ મારવા તારીખ:૧૧.૦૧.૨૦૨૨ના રોજ પંચાયત વિભાગ દ્વારા ઠરાવ જાહેર કરવામાં આવ્યો,જેમાં ઉચ્ચ ડિગ્રીઓનો સમાવેશ કરી દેવામાં આવતા કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાઓ અને BRS ના વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
તારીખ:૧૧.૦૧.૨૦૨૨નો ઠરાવ રદ કરી અગાઉ તારીખ:૦૧.૦૧.૨૦૧૮ના રોજ બનેલા આર.આર મુજબ ભરતી કરવા માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રી સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ દ્વારા પંચાયત મંત્રી શ્રી સહિતનાઓને સંબોધીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તારીખ.૧૧.૦૧.૨૦૨૨ ના રોજ પંચાયત વિભાગ દ્વારા સમાવેશ કરેલ ઉચ્ચ ડિગ્રી ધારકો માટે એગ્રીકલ્ચર ઓફીસર કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા,વિસ્તરણ અધિકારી,એગ્રીકલ્ચર ઓફિસર રાજ્ય કક્ષા,સીનીયર રિસર્ચ આસિસ્ટન્ટ તેમજ આ સિવાય બેન્કિંગ ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે,વળી કૃષિ ક્ષેત્રના ડિપ્લોના અને BRS ના હરીફ તરીકે સ્નાતક કક્ષાના અને અનેક તકો ધરાવતા ડીગ્રી ધારકોના વિદ્યાર્થીઓનો સમાવેશ થતા કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી મેળવવા માટેનો છેલ્લો દરવાજો સરકાર અને જેતે વિભાગ બંધ કરવા જઈ રહી હોય એવું દેખાય રહ્યું છે.
વધુમાં કૃષિ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ગ્રામસેવક ભરતી નિયમોમાં તારીખ:૧૧.૦૧.૨૦૨૨ના રોજ સમાવેશ થયેલ ઉચ્ચ ડિગ્રીના અભ્યાસક્રમોના નોટિફિકેશનને રદ કરી અને તારીખ:૦૧.૦૧.૨૦૧૮ના RR મુજબ ભરતી કરવામાં આવે અન્યથા આવનારા સમયમાં કૃષિ ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓ ગાંધી ચીંધ્યા માર્ગે રાજ્ય વ્યાપી આંદોલન અને જરૂર પડ્યે નામ. હાઇ કોર્ટના દરવાજા ખખડાવશે.Post Views:
0

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here