કોરોના બોમ્બ ફૂટ્યો, એક જ દિવસમાં ૯ કેસ પોઝીટીવ, તાલુકામાં કુલ ૧૭ કેસ પોઝીટીવ

0
121


પાવી જેતપુરમાં કોરોના બોમ્બ ફૂટ્યો, એક જ દિવસમાં ૯ કેસ પોઝીટીવ, તાલુકામાં કુલ ૧૭ કેસ પોઝીટીવ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પાવી જેતપુરમાં જ ૪ કેસ પોઝીટીવ આવતા બેન્ક બંધ કરાઈ

પ્રતિનિધિ, વાા
તારીખ : ૧૩/૧/૨૦૨૨

પાવી જેતપુરમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે અને એક જ દિવસમાં ૯ કેસ કોરોના પોઝીટિવ આવ્યા છે જેમાં ૪ કેસ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં આવતા ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો છે. અને બેંકમાં કોરોનાના કેસ આવતા બેન્ક બંધ કરાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુરમાં કોરોનાનો બોમ્બ વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં કોરોનાના ૯ કેસ પોઝીટીવ આવ્યા છે જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં જ ૪ કેસ કોરોના પોઝીટીવ આવતા બેન્ક બંધ કરવાની ફરજ પડી છે. આ કોરોના વિસ્ફોટને કારણે ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુરમાં કોરોનાની ત્રીજી લહેરની અસર દેખાઈ રહી છે, અને ત્રીજી લહેરમાં કોરોનાનો બૉમ્બ ફૂટ્યો છે. પાવી જેતપુરમાં એક જ દિવસમાં કોરોનાના ૯ કેસ પોઝીટીવ આવ્યા છે, જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર સહિત ૪ કેસ પોઝીટીવ આવતા બેન્ક બંધ કરવાની ફરજ પડી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આ કર્મીઓને તરત જ ઘરે મોકલીને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે. તેમજ બેન્કમાં સેનિટાઇઝિંગ પણ કરાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પાવી જેતપુર તાલુકામાં વિવિધ જગ્યાએથી મળીને અન્ય ૮ કોરોના પોઝીટીવ કેસ આવતા તાલુકામાં એક જ દિવસમાં ૧૭ કોરોના કેસ મળી આવ્યા હતા.

પાવી જેતપુરમાં એક જ દિવસમાં ૯ કેસ કોરોનાના આવ્યાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાઈ જતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.Post Views:
0

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here