જસાપર નાં સૈનિક યુવાન ફરજ નિવૃત્ત થતાં સન્માન સમારોહ, ધારાસભ્ય ઋત્વિક મકવાણા ની ખાસ ઉપસ્થિતિ

0
73
મુળી તાલુકાનાં જસાપર નાં યુવાન વિજયકુમાર સંજયભાઈ મેણીયા ભારતીય સેનામાં જોડાયા હતા અને ફરજ બજાવતા હતા અલગ અલગ રાજ્યોમાં તેઓ એ ફરજ બજાવી ફરજમુકત થતાં વતન જસાપર આજે પધારતા ગામલોકો દ્વારા તેમનો સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો જેમાં મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતાં જેમાં ચોટીલા ધારાસભ્ય ઋત્વિક મકવાણા ખાસ હાજર રહી યુવાનો વધુ માં વધુ માં ભોમ નાં રક્ષણ માટે ભારતીય સેનામાં જોડાવા હાંકલ કરી હતી અને જણાવ્યું હતું કે દેશ ની રક્ષા આ જવાનો થકી જ છે માટે જ આપણે શાંતિ થી આરામ કરી શકીએ છીએ અને જવાનો સરહદ ઉપર ચોવીસ કલાક પહેરો ભરી વટ્ટથી આપણું રક્ષણ કરી રહ્યા છે ત્યારે જવાન ને સન્માનિત કરવાનાં કાર્યક્રમ માં મને આમંત્રણ આપ્યું અને મારા હાથે સન્માન કરતાં હું મારા ભાગ્ય સમજું છું માટે ગામલોકો અને મેણીયા પરીવાર નો આભાર માનું છું આ તકે સરપંચ તથા આગેવાન નાગરભાઈ જીડીયા અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા

રામકુભાઈ કરપડા મુળી
Post Views:
0

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here