નર્મદા જિલ્લાના તિલકવાળા પો.સ્ટે. વિસ્તારના વધુ એક આરોપી ને પોલીસ દ્વારા હદપાર કરાયો

0
61
 

નર્મદા જિલ્લાના તિલકવાળા પો.સ્ટે. વિસ્તારના વધુ એક આરોપી ને પોલીસ દ્વારા હદપાર કરાયો

રાજપીપળા : જુનેદ ખત્રી

તિલકવાડા પો.સ્ટે.વિસ્તારમાં સાવલી ગામે રહેતા મુકેશભાઇ શનાભાઇ તડવી રહે-સાવલી તા-તિલકવાડા જીનર્મદા નાઓ પોતાની ધાક જમાવવા સારુ જિલ્લામાં યેનકેન પ્રકારે ગુનાઓ આચરતો તેમજ અસામાજીક પ્રવૃતિઓ કરતો હોઇ તેમજ સદર મુકેશભાઇ શનાભાઇ તડવી નાઓ ગુના કરવાની પ્રવૃતિ છોડતો ન હોઇ અને તેની સામે દાખલ થયેલ ગુનાઓના સાક્ષીઓ તથા પંચોને સાહેદી આપતા અટકાવવા માટે પોતે તેમજ તેના સાગરીતો મારફતે ડરાવી ધમકાવતા હોઇ જે જોતા સદર મુકેશભાઇ શનાભાઇ તડવી નાઓ ઘણો માથાભારે હોઈ જેથી હદપાર દરખાસ્ત તિલકવાડા પો.સ્ટે.ના પો.સ.ઇ. એમ.બી.વસાવા એ કરી પોલીસ અધિક્ષક નર્મદા નાઓ મારફતે મોકલતા એસ.ડી.એમ.નર્મદા એ મુકેશભાઇ શનાભાઇ તડવી રહે-સાવલી તા-તિલકવાડા જી-નર્મદા નાની ગુનાઓની ગંભીરતા જોઇ છ માસ માટે નર્મદા જિલ્લા માંથી હદપારનો હુકમ કરતા નર્મદા પોલીસ દ્વારા મુકેશભાઇ શનાભાઇ તડવીને નર્મદા જિલ્લા માંથી હદ પારની કાર્યવાહી કરવામાં આવી

જોકે ક્રમશઃ આદિવાસી આગેવાનો ને હદપાર કરાતા આમુ સંગઠન ના પ્રમુખ મહેશભાઈ વસાવા એ સોસીયલ મીડિયા ઉપર રોષ વ્યકત કર્યો હતો અને આદિવાસી આગેવાનો ને તડીપાર કરાતા ભાજપ ના ઈશારે આ કામ થઈ રહ્યું હોય તેવા ગંભીર આક્ષેપ લગાવ્યા છે ઉપરાંત આદિવાસી આગેવાનો છે અને તેમના ઉપર ચાલતા કેસો હજુ પેન્ડિંગ છે તેઓ કસૂરવાર સાબિત થયા નથી તેવી રાવ કરી રહ્ય છેPost Views:
49

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here