ભુજ શહેરના નગરપાલીકાના ગેટ પાસે થયેલ ચીલઝડપ થી ચોરી કરનાર આરોપી ને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભુજ એલસીબી પોલીસ. 

0
97
વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટર :- રમેશ મહેશ્વરી કચ્છ

ભુજ કચ્છ :- ભુજ શહેરમાં નગરપાલીકાના ગેટ પાસે બે મહિલા સ્કુટી મોપેડ પર જતા હતા ત્યારે પાછળથી અજાણ્યા બે બાઇક સવાર આવી પાછળ બેઠેલ બેનના હાથમાંથી તેમનું પર્સ ઝુંટવી લઇ જઇ ગુન્હો આચરેલ હોય જે અનુસંધાને ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હા ઇ.પી.કો. કલમ- ૩૭૯ (એ-૩) વિ. મુજબનો વણશોધાયેલ ગુન્હો રજીસ્ટર થયેલ.જે અનુ સંધાને પોલીસ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર.એચ.એમ.ગોહિલ તથા પોલીસ સબ ઇન્સપેકટર આઇ.એચ.હિંગોરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ – ભુજની અલગ-અલગ ટીમો બનાવી ટેકીનકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રીસોર્સીસની મદદથી સદરહું વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.

તે દરમ્યાન એલ.સી.બી.ના કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભુજ શહેર મધ્યે નગરપાલીકાના ગેટ પાસે સ્કુટી મોપેડ પર જતી મહિલાના હાથમાંથી બે અજાણ્યા બાઇક સવાર ઇસમો પર્સ ઝુટવી ચીલ ઝડપ કરેલ હોય તેમાનો એક ઇસમ અસલમ ઇસ્માઇલ સમા છે.અને જે હાલે રહીમનગરમાં આવેલ જાફરશાપીરની દરગાહ સામે વનવિભાગની નર્સરીના ગ્રાઉન્ડમાં કાળા કલરનુ મોટર સાયકલ લઇને ઉભેલ છે જે મળેલ હકીકત આધારે તુરત જ વર્ક આઉટ કરી હકીકત વાળી જગ્યાએ આવી તપાસ કરતા હકીકત મુજબનો ઇસમ કાળા કલરના મોટર સાયકલ સાથે મળી આવેલ જે ઇસમનુ નામ – ઠામ પુછતા પોતે પોતાનુ નામ અસલમ ઇસ્માઇલ સમા,રહે.કોડકી રોડ.બકાલી કોલોની,ભુજ,મુળ રહે.ફરાદી, તા.માંડવી વાળા હોવાનુ જણાવેલ મજકુર ઇસમની અંગ ઝડતી કરતા તેના કબ્જામાંથી બે મોબાઇલ ફોન તેમજ રોકડા રૂ .૮,૪૦૦ / – મળી આવેલ મોબાઇલ ફોન તેમજ રોકડ રૂપીયા બાબતે મજકુર ઇસમને પુછતા કોઇ સંતોષકારક જવાબા આપેલ નહી અને ગલ્લા તલ્લા કરતો હોય જેથી મજકુર ઇસમની યુતિ પ્રયુતિથી પુછ પરછ કરતા મજકુર જણાવેલ કે સદરહુ બંને મોબાઇલ ફોન તેમજ રોકડ રૂપીયા પોતે તથા કાયદાના સંઘર્ષમાં આવેલ તેનો બાળ મિત્ર બંને જણા મળી ગઈ સાંજના ભાગે નગરપાલીકા પાસે બે મહિલા સ્કુટી પર જતી હતી ત્યારે સદરહુ મો.સા.બાઇક પર પાછળથી આવી સ્કુટીની પાછળ બેઠેલ મહિલાના લથમાં રહેલ પર્સ ઝુંટવી મો.સા.થી નાશી ગયેલ હોવાની કબુલાત કરેલ અને આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલ,( ૧ ) મોબાઇલ ફોન નંગ-૩,કિ.રૂા .૬,૦૦૦/-( ૨ ) રોકડ રૂપીયા-૮૪૦૦/-( ૩ ) ચીલઝડપ કરવા ઉપયોગમાં લીધેલ મો.સા. જેની કી.રૂ .૧૫,૦૦૦/કુલ કિ.રૂ.૨૯૪૦૦.નુ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ તેમજ આરોપીને વધુ કાર્યવાહી અર્થે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામ આવેલ.Post Views:
0

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here