બોટાદ જિલ્લા પોલીસ તથા સામાજિક વનીકરણ વિભાગ,બોટાદ દ્વારા બસ સ્ટેશન પાસે, પાળીયાદ રોડ,બોટાદ ખાતે “કરુણા અભિયાન-૨૦૨૨” કાર્યક્રમ યોજવામાં આવેલ

0
117
બોટાદ જિલ્લા પોલીસ તથા સામાજિક વનીકરણ વિભાગ,બોટાદ દ્વારા બસ સ્ટેશન પાસે, પાળીયાદ રોડ,બોટાદ ખાતે “કરુણા અભિયાન-૨૦૨૨” કાર્યક્રમ યોજવામાં આવેલ.*
*બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી,હર્ષદ મહેતા સાહેબનાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ તા.૧૪/૦૧/૨૦૨૨ના રોજ ઉત્તરાયણ પર્વમાં પતંગ સાથેની માંજાવાળી દોરીના કારણે ટુ-વ્હિલ વાળા વાહનમાં મુસાફરી કરતા લોકોને દોરીના કારણે ગળાના ભાગે ગંભીર ઇજા થવાથી થતા માર્ગ અકસ્માત અટકાવવા અને દોરીના કારણે પક્ષીઓની જીંદગી બચાવવાના શુભ આશય સાથે “ નિ:શુલ્ક નેક બેલ્ટ વિતરણ “ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.*
આ કાર્યક્રમમાં બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.વી.ચૌધરી,જિલ્લા ટ્રાફીક શાખાના PSI શ્રી એ.જે.પંડ્યા,સીટી ટ્રાફીક શાખાના PSI શ્રી આઇ.બી.જાડેજા તેમજ ટ્રાફિક શાખાના ASI રાજુભાઇ ધોરીયા,ASI દિલીપભાઇ ખાચર,HC રાજેશભાઇ કણબી એમ ટ્રાફિક પોલીસ તથા બ્રિગેડ સ્ટાફ ઉપરાંત બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*માંજાવાળી દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવા માટે સામાજિક વનીકરણ વિભાગ,બોટાદ દ્વારા સ્ટોલ તૈયાર કરવામાં આવેલ છે.જેમાં ઘવાયેલા પક્ષીઓની તાત્કાલીક સારવાર માટે ડૉકટર સાથેની સંપુર્ણ તૈયારીથી સજ્જ ટીમ હાજર રાખેલ છે અને લોકોને ઘવાયેલા પક્ષીઓને સારવાર માટે લાવવા અપીલ કરવામાં આવી
આ કાર્યક્રમમાં માર્ગ અકસ્માત અટકાવવા માટે આશરે ૨૦૦૦ જેટલા “ નિ:શુલ્ક નેક બેલ્ટ વિતરણ “ કરવામાં આવેલ અને PI શ્રી ચૌધરી સાહેબ,PSI શ્રી પંડ્યા સાહેબ અને PSI શ્રી જાડેજા સાહેબે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું જાતે જ પાલન કરે તેવી અપીલ કરવામાં આવેલ અને બેલ્ટનું વિતરણ કરવામાં આવેલ
ટ્રાફિક અવેરનેસ પ્રદર્શન કાર્યક્રમ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ માસ્ક તથા સોશ્યલ ડીસ્ટન્સનું સંપુર્ણ પાલન કરવામાં આવેલPost Views:
0

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here