માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ 

0
63
વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટર :- રમેશ મહેશ્વરી કચ્છ

ભુજ કચ્છ :- પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલ તથા પો.સબ ઇન્સ. આઈ.એચ.હિંગોરાના ઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર,તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન નાગોર ગામથી નાના વરનોરા ગામ તરફ જતા મેઈન રોડથી આગળ કાચા રસ્તે થઈ ત્રંબૌ ગામની વચ્ચે મીઠી નદી તરફ જતા રસ્તા પર એક ઇસમ પોતાના હાથમાં પ્લાસ્ટિકના કંતાનના કોથળામાં કંઈક શંકાસ્પદ વસ્તુ લઈને જતો જોવામાં આવતા મજકુર ઇસમને રોકી તેનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ રજાક આદમભાઈ ભટ્ટી(,ઉ.વ .૨૧) રહે.બીસ્મીલ્લાહ મસ્જીદ પાસે સંજયનગરી,ભુજ મુળ રહે.કાળી તલાવડી,તા.ભુજ હોવાનુ જણાવેલ ઇસમની ઝડતી તપાસ કરતા તેના કબ્જામાંથી એક હાથ બનાવટની દેશી બંદુક કિ.રૂ .૧,૦૦૦/-વાળી મળી આવેલ તેમજ આ દેશી બંદુક પોતાની પાસે રાખવા અંગે કોઇ પાસ પરમીટ હોય તો રજુ કરવા જણાવતા આવી કોઇ પાસ પરમીટ મજકુર ઇસમ પાસે નહી હોવાનુ જણાવતા મજુકર ઇસમ વિરૂધ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ ફરીયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની યોગ્ય તપાસ અર્થે માધાપર પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ સાથે આરોપી ને સોંપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ.Post Views:
25

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here