વઘઇ ખાતે સરકારી પુસ્તકાલય ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિ ઉજવાઈ

0
102
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

દેશભરમાં યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેને લઈને દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા બહુલક આદિવાસી વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાનાં વઘઇ પુસ્તકાલયમાં સ્વામી વિવેકાનંદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ સરકારી તાલુકા પુસ્તકાલય વઘઇ દ્વારા પ્રતિ વર્ષ સ્વામી વિવેકાનંદની જન્મ જંયતીની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ચાલુ વર્ષે પણ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે પ્રસંગે દીપ્તેશભાઇ પટેલ,અજયભાઈ સુરતી, બીપીનભાઈ, આકાશભાઈ, તરુણભાઈ, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.અહી કોવિડનાં ગાઈડલાઇન સાથે વઘઇનું પુસ્તકાલય જાહેર જનતા માટે ખુલ્લુ મૂકાયુ હતુ.
<span;>ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે સરકારી પુસ્તકાલયનાં નેજા હેઠળ યોજાયેલ સ્વામી વિવેકાનંદની જન્મ જંયતી પ્રસંગે પુસ્તકાલયનાં કર્મચારીઓ સહિત 50 વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.Post Views:
9

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here