નાની ખાખર વિકલાંગ જીવન વિકાસ મંડળ મધ્યે ઉત્તરાયણ પર્વ ની ઉજવણી કરાઇ.

0
118
વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટર :- રમેશ મહેશ્વરી કચ્છ

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના નાની ખાખર ગામના વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર મધ્યે મકરસંક્રાતિ ના શુભ દિવસે વીસ જેટલા જરૂરીયાતમંદ દિવ્યાંગ પરિવારો ને જુદા જુદા દાતાશ્રીઓ ના સહયોગ થી ગરમ ધાબળા,સ્વેટર,ખજુર, અડદિયા તેમજ ફરસાણ નુ વિતરણ સંસ્થા નાં મંત્રી હોથુજી પી. જાડેજા અને વ્યવસ્થાપક ખુશાલ ગાલા ના હસ્તે કરવામાં આવેલ.

ઝાલા હરદીપસિંહ મહેન્દ્રસિંહ ગામ જીવા તરફથી વીસ પરિવારો ને અડધો અડધો કિલો ચીક્કી આપવામા આવેલ. તેમજ સંસ્થામાં રહેતાં દિવ્યાંગ અંત્ત્યવાશીઓને બપોરનું ભોજન દાતા જાડેજા હેમુભા ભીખુભા પરીવાર ગામ તલવાણા તરફથી આપવામાં આવેલ.

 

 Post Views:
0

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here