ઉનાના સંજવાપુર ગામના થાળા વિસ્તાર માંથી ૭ જુગારીઓ ઝડપાયા

0
44
 

ઉનાના સંજવાપુર ગામના થાળા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં સાત ઇસમોને રોકડ રૂપીયા ૧૬,૧૧૦/- સાથે ઝડપી પાડતી ઉના પોલીસ

ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા પ્રોહી-જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અંગે ઉના પોલીસ ઇન્સ્પેકટર

એમ.યુ.મસીની સુચના મુજબ સનખડા ઓ.પી. પોલીસના માણસોની ટીમો બનાવી દારૂ-જુગાર રમતા ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ આજરોજ એ.એસ.આઇ.આર.જી.વાઝા તથા અરવિંદભાઇ પરસોતમભાઇ જાની તથા પો.કોન્સ. હીતેશભાઇ અરશીભાઇ વાઘેલા એ રીતેના પો. સ્ટફના માણસો મોઠા ગામમાં આવતા પો.હેડ કોન્સ. અરવિંદભાઇ પરસોતમભાઇ તથા પો.કોન્સ. હીતેશભાઇ અરશીભાઇ વાધેલા નાઓને સંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે, સંજવાપુર ગામમાં થાળા વિસ્તારમાં કાળુભાઇ ભગવાનભાઇ સોલંકીના મકાનની આગળ શેરીમાં જાહેરમાં ગંજી પતાના પૈસા પાના વડે તીન પતી નામનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. તેવી હકિકત આધારે રેઇડ કરતા (૧) મુકેશભાઇ કેશુભાઇ સોલંકી કોળી ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઇવિંગ (૨) ઓમકેશભાઇ બચુભાઇ ભાલીયા કોળી ઉ.વ.૧૯ ધંધો ગેરેજકામ (૩) જયેશભાઇ બાબુભાઇ સોલંકી કોળી ઉ.વ.૧૯ ધંધો.હીરાઘસવાનો (૪) મુળાભાઇ હીરાભાઇ સોલંકી કોળી ઉ.વ.૩૭ ધંધો.ખેતી (૫) છગનભાઇ બાલુભાઇ સોલંકી કોળી ઉ.વ.૩૨ ધંધો મજુરી (૬) કાળુભાઇ ભગવાનભાઇ સોલંકી કોળી ઉ.વ ૩૧ ધંધો મજુરી રહે.નં.૧ થી ૬ સંજવાપુર તથા નં.(૭) પ્રવિણભાઇ વિરાભાઇ ભાલીયા કોળી ઉ.વ.૨૫ ધંધો.હીરાઘસવાનો રહે.ચીત્રાસર તા.જાફરાબાદ વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ રૂ.૧૬,૧૧૦/- ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેPost Views:
21

ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો વાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here