થરાદ નાયબ કલેકટરની અધ્યક્ષતામા પ્રાંત ઓફીસ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે બેઠકનું આયોજન કરાયું

0
59


૦૫ ઓગસ્ટ

વાત્સલ્ય સમચાર. પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

*બોક્સ.થરાદ તાલુકામાં હર ઘર તિરંગા અભિયાનમાં એક લાખથી વધુ તિરંગાઓ ફાળવાશે ! એક તિરંગાની કિંમત રૂપિયા 25 નક્કી કરવામાં આવી*

થરાદમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમ તા13/8/2022 થી તા. 15 /8/2022 સુધી વિવિધ રીતે યોજાનાર હોય જે સંદર્ભમાં થરાદ નાયબ કલેકટર કે. એસ.ડાભી, મામલતદાર દિલીપભાઈ દરજી, નગરપાલિકા ચીફ ઓફિસર પાંચાજી માળી, તાલુકા વિકાસ અધિકારી સબીરભાઈ મન્સૂરી ના અધ્યક્ષતામાં પ્રાંત ઓફિસના કોન્ફરન્સ હોલમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં તમામ સરકારી ખાતાના અધિકારી અને કર્મચારીઓને “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત માહિતી પુરી પાડવામાં આવી હતી.ભારતની આઝાદીના 75 માં વર્ષમાં રાષ્ટ્રનિર્માણની પ્રતિબદ્ધતા માટે રાષ્ટ્રધ્વજ સમગ્ર રાષ્ટ્રમાં ગૌરવનું પ્રતીક બને તે માટે સરકાર દ્વારા “હર ઘર તિરંગા” કાર્યક્રમનું આયોજન કરાયું છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા” કાર્યક્રમ આગામી સમયમાં શરૂ થનાર છે, જેમાં ગુજરાત રાજ્યના દરેક શહેરમાં આ કાર્યક્રમ થવાનો હોય થરાદ વહીવટીતંત્ર દ્વારા પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં સરકારી ,ખાનગીકચેરીઓ, એપીએમસી,વેપારી ગૃહ, તમામ ઘરો દુકાનો, શાળા, કોલેજ માં રાષ્ટ્રની શાન સમા તિરંગાને લહેરાવવામાં આવશે. જેના થકી રાષ્ટ્રના દરેક નાગરિકમાં દેશભક્તિની ભાવના ઉજાગર થાય તેવા હેતુથી આ સમગ્ર કાર્યક્રમ “હર ઘર તિરંગા” નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ કાર્યક્રમને થરાદ તાલુકાની જનતા સુધી વિશિષ્ટ રીતે પહોંચાડવામાં આવે અને સમગ્ર શહેરની જનતા “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાય અને તિરંગાની ગરિમા જળવાઈ રહે તેવા આશયથી અધિકારીઓ પ્લાનિંગ કરી “હર ઘર તિરંગા” કાર્યક્રમને ઘર-ઘર સુધી પહોંચાડવાની સુચના આપવામાં આવી હતી આ કાર્યક્રમ થકી થરાદ એપીએમસી, ભારત વિકાસ પરિષદ, લાયન્સ ક્લબ, મેડિકલ એસોસિયેશન સહિત ભાગ લઈ ને આ હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવા સૂચન કર્યું આ કાર્યક્રમમાં શૈલેષભાઈ પટેલ ,તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી, સેક્રેટરી ભેમજીભાઈ પટેલ,ડોક્ટર એશોશીયન પ્રમુખ હિરજીભાઈ પટેલ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ જયદીપ સોની, હિતેન્દ્ર શ્રીમાળી ,લાયન્સ ક્લબના કિર્તીભાઈ આચાર્ય, નાયબ મામલતદાર વિજયભાઈ ગઢવી ,હિરજીભાઈ પટેલ સહિત તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.Post Views:
9

ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો વાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here