જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારમાં આખલાનો આતંક, આખલા યુદ્ધ નો વિડિઓ સોસીયલ મીડિયામાં થયો વાઇરલ

0
80
તા.૦૫.ઓગસ્ટ

વાત્સલ્યમ્ સમાચાર

અમ્રુત સિંગલ – જેતપુર

જેતપુર શહેરમાં રખડતા પશુના કારણે અકસ્માતોના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે શહેરમાં વાહનોથી ધમધમતો કણકીયા પ્લોટ વિસ્તારમાં બે રખડતા આખલા વચ્ચે શિંગડાંયુદ્ધ જામ્યું હતું જેનો વિડિઓ સોસીયલ મીડિયા માં વાયલર થયો હતો. બને આખલાઓ યુદ્ધ દરમિયાન રોડ વચ્ચે આવી ગયા હતા અને રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે કેટલાક નવ યુવાનોએ ધોકા , લાકડી અને પાણીનો મારો ચલાવી બંને આખલાઓને છૂટા પાડવા અનેક પ્રયાસો કરતા બને અખલા છુટા પડતા લોકોએ રાહતનો સ્વાસ લીધો હતો.

શહેરમાં રખડતા ઢોરને અંકુશમાં લેવા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવતી જેના કારણે આવા દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે જેતપુરમાં શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ ઘણો વધી ગયો છે, ત્યારે રખડતાં ઢોરો દ્વારા માર્ગ વચ્ચે અવારનવાર જામતા યુદ્ધને કારણે અનેક રાહદારીઓ સહિત વાહનચાલકો એનો ભોગ બની ઇજાગ્રસ્ત બનવાની સાથે સાથે મૃત્યુ પામતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે

જોકે આખલા યુદ્ધ વચ્ચે કોઈ પણ જાનહાની કે કોઈ નુકસાન થયું ન હતું કેટલાક હિંમતવાન યુવાનો લાકડી લઇ યુદ્ધ કરતા આખલાઓને છોડાવવા પહોંચ્યા હતા તો કેટલાક લોકોએ પાણીનો મારો ચલાવી આખલાઓનો ક્રોધ શાંત કરવાની કોશિશ કરી હતી તેમ છતાં નગરપાલિકાના નઘરોળ વહીવટી તંત્ર દ્વારા રખડતાં ઢોરોને તાબે કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવતા પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ શહેરીજનોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે રખડતાં ઢોરોના ત્રાસમાંથી શહેરીજનોને મુક્ત કરવા પાલિકાના સત્તાધીશો તાત્કાલિક ધોરણે ઝુંબેશ હાથ ધરે આવે તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.Post Views:
0

ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો વાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here