વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારી તા.૫ ઓગષ્ટ : નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આજે કુલ 939 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 15 દર્દીઓના સેમ્પલ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે જ્યારે આજરોજ 19 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે હાલે જિલ્લામાં એક્ટિવ આંક ઘટીને 79 પર પહોચ્યું છે.
જિલ્લામાં નવા કેસોની વિગત જોઈએ તો વાંસદા 04, ચીખલી 05, ગણદેવી 02, નવસારી રૂરલ 04
આજે વાંસદા તાલુકાનાં ખોટા આંબા ગામનાં 55 વર્ષીય આધેડ , વાંસદા રૂરલના શાકભાજી માર્કેટ વિસ્તારમાં રહેતા 24 વર્ષીય યુવાન, ચાંપલ ધારા ગામનાં નવાનગર મા રહેતા 30 વર્ષીય પુરુષ , રૂપવેલ નાર્વોદય વિદ્યાલયની 11 વર્ષીય વિદ્યાર્થીની,
<span;>નવસારી રૂરલનાં ભુલા ફળિયા ખાતે રહેતા 55 વર્ષીય પુરુષ , કછોલ ગામનાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય યુવક, પ્રતાપોર ગામનાં પટેલ ફળિયામાં રહેતા 72 વર્ષીય વૃધ્ધ, જુનાથાના પોલીસ લાઇન ખાતે રહેતી 23 વર્ષીય યુવતી,
<span;>ચીખલી તાલુકાનાં સાંઈ કૃપા સોસાયટીમાં રહેતી 32 વર્ષીય મહિલા, નવાનગર ખૂંદ ખાતે રહેતા 46 વર્ષીય પુરુષ, ખૂંદ ગામે આવેક ચિલ્ડ્રન હોમના 12 વર્ષીય બાળક, કોલેઝખાડો ખૂંદ ખાતે રહેતા 8 વર્ષીય બાલિકા,આલીપોરના માંહ્યવંશી મોહલાની 20 વર્ષીય યુવતી,
<span;>ગણદેવી તાલુકાનાં બીલીમોરના આમલી ફળિયા ખાતે રહેતા 47 વર્ષીય પુરુષ, અને સોમનાથ મંદિર વિસ્તારમાં રહેતી 65 વૃધ્ધાનો રિપોર્ટ પોઝીટીવ સામે આવતા જિલ્લામાં આજે નવા 15 કેસો નોંધાયા છે જ્યારે 19 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે જ્યારે જિલ્લામાં આજનાં કેસો મળી કુલ 79 એક્ટિવ રહેવા પામ્યાં છે.
Post Views:
1

ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો વાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….
….