સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો

0
40


જેમાં 300 થી વધુ વાલી-વિદ્યાર્થીઓ અને જાહેર જનતાએ લાભ લીધો.

નિયામક શ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા સાર્થક વિદ્યા મંદિરના સહયોગથી વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં ૩૦૦થી વધુ વાલી-વિદ્યાર્થીઓ અને જાહેર જનતાએ લાભ લીધેલ.

*કેમ્પમાં (1) *વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર,* (મે.ઓ. આયુર્વેદ)
(2) *વૈદ્ય જિગ્નેશભાઈ બોરસાણિયા,* (મે.ઓ. આયુર્વેદ)
(3) *ડૉ. હેતલબેન હળપતિ,* (મે.ઓ. હોમિયોપથી)એ સેવા આપેલ.

કેમ્પમાં આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ, હોમિયોપથિક રોગ પ્રતિરોધક દવા વિતરણ, બાળકો તથા સગર્ભા મહિલાઓ માટે પોષણક્ષમ વાનગીઓનુ ચાર્ટ દ્વારા માર્ગદર્શન, હરસ, મસા, શ્વાસ, એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ,પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર આપવામાં આવેલ.

આયુર્વેદ તેમજ હોમિયોપથી દવાઓ વિના મૂલ્યે આપવામાં આવેલPost Views:
4

ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો વાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here