૧૨૬૦૦ ના મુદ્દામાલ સાથે -૫ ઈસમો પકડાયા -૨ ફરાર
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તેમજ પોલીસ મદદનીશ અધિક્ષક અતુલકુમાર બન્સલ ની સૂચનાથી મોરબી જિલ્લા તેમજ હળવદ વિસ્તારમાં દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિઓને નેસ્તા નાબૂદ કરવા માટે સુચના આપવામાં આવેલ હોય જે અંતર્ગત હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ દ્વારા તેઓના સ્ટાફ સાથે પાકી બાતમીના આધારે ડુંગરપુર ગામે રેડ કરતા જાહેરમાં રામજી મંદિરની બાજુમાં આવેલ શેરીમાં જુગાર રમતા ૫ ઈસમોને પકડી પાડ્યા હતા.જ્યારે ૨ ઈસમો ભાગવામાં સફળ રહ્યા હતા જેના પર જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
પકડાયેલ આરોપી
૧)વિજયભાઈ દેવરાજભાઈ ફિસડિયા
૨) અજીતભાઈ લખમણભાઇ જખવાડિયા
૩)રોહિતભાઈ પ્રભુભાઈ ફીસરિયા
૪) જયસુખભાઈ હેમુભાઇ ફીસરીયા
૫) સંતરામભાઈ અવચરભાઈ વિઠલાપરા
ફરાર આરોપી
૧) વિક્રમભાઈ ગણેશભાઈ માહરણીયા
૨) પ્રહલાદભાઈ કરસનભાઈ સુરાણી
રોકડ રકમ ૧૨૬૦૦ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો
આ કામગીરી મા પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ તેમજ કિશોરભાઈ સોલગામા, દેવેન્દ્રસિંહ ઝાલા, તેજપાલસિંહ ઝાલા બીપીનભાઈ પરમાર, કમલેશભાઈ પરમાર,ગંભીરસિંહ ચૌહાણ સહિત કામગીરી કરી હતી
વિશાલ જયસ્વાલ હળવદ
Post Views:
0

ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો વાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….
….