મેઘરજ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે ઈ એફ આઈ આર અંગે માર્ગદર્શન અને મતદાન જાગૃતિ, કેળવણી અભિયાન અંતર્ગત મતદાર મહોત્સવ નું આયોજન કરાયું 

0
45
અહેવાલ

વાત્સલ્યમ ન્યૂઝ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે ઈ એફ આઈ આર અંગે માર્ગદર્શન અને મતદાન જાગૃતિ, કેળવણી અભિયાન અંતર્ગત મતદાર મહોત્સવ નું આયોજન કરાયું

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણીના ભાગ રૂપી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે મેઘરજ કોલેજ ખાતે સપ્તધારા સમિતિ દ્વારા અધ્યક્ષ વર્ષાબેન રોહિત જ્ઞાનધારા અંતર્ગત e- FIR નોંધાવવા માટેની એપ્લિકેશન અને પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા અને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા માટે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મેઘરજ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ.શ્રી પી.એમ. સિસોદિયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી મૌલિકભાઈ અને અર્જુનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સિસોદિયા સાહેબે eFIR વિશે વિદ્યાર્થિનીઓને માહિતી આપી હતી તેમજ મૌલિકભાઈ દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ ન બનાય તે માટે રાખવાની જરૂરી સાવધાનીઓ વિશે વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. અમૃતભાઈ પ્રજાપતિ અને પ્રા. રજનીકાંત રાઠોડ દ્વારા કરવામાં આવ્યું. આભાર વિધિ પ્રા. ગૌરાંગ રવિભાણ દ્વારા કરવામાં આવી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ જ્ઞાનનો લાભ લીધો. આ કાર્યક્રમ આચાર્યશ્રી ડૉ. સાગર દવેના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો.ઉપરાંત મતદાન જાગૃતિ અને કેળવણી અંગે મતદાન જાગૃતિ અને કેળવણી અભિયાન અંતર્ગત મતદાર મહોત્સવ નું આયોજન પણ કરાયું હતું ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મેઘરજ ખાતે કરવામાં આવેલ યુવા મતદાર મહોત્સવ 2022 ની ઉજવણીમાં મામલતદાર કચેરી થી મેઘરજ મામલતદાર અને ડેપ્યુટી મામલતદાર વોટર અવરને ફ્રોમ ખાતે યુવા મતદાર મહોત્સવ નો પ્રારંભ એક જાગૃતિ કાર્યક્રમ સાથે કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કોલેજના મહત્તમ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો મતદાર સેક્સરતા ક્લબના સભ્યો અને વોટર નોડલ અધિકારીઓ પ્રોફેસર વિજય ત્રિપાઠી અને પ્રોફેસર વર્ષાબેન રોહિતે આ પ્રસંગને સફળ બનાવવા અંગે તેમજ સર્વિસ સ્ટાફ સાથે સંકલન કરી સફળ બનાવ્યું હતું. આ કાર્યક્રમ આચાર્ય ડો ડોક્ટર સાગર દવેના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતોPost Views:
0

ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો વાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here