બેફામ વધતી મોંઘવારી અને જીએસટીનાં વિરોધમાં ડાંગ કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન….

0
61
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ તા ૫ ઓગષ્ટ : ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા બેફામ વધતી મોંઘવારી અને જીએસટીનાં વિરોધમાં આહવા ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવ્યુ…
પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા દિવસે ને દિવસે ને જનતા પર આવશ્યક જીવન જરૂરીયાતની ચીજો પર  જીએસટીનો કારમો માર નાખવામાં આવી રહ્યો છે.સાથે બેફામ વધતી મોંઘવારીનાં વિરોધમાં આજરોજ ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા આહવા આંબાપાડા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા આંબાપાડા ફુવારા સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભેગા થઇને સરકાર દ્વારા કરવામાં આવેલ મોંઘવારી સામે બાયો ચઢાવી હતી.ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા હાથગાડી લઈને તેના પર ગેસનો બાટલો, તેલના ડબ્બા લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.આહવા ખાતે કૉંગ્રેસનાં આગેવાનોનો વિરોધ ઉગ્ર બનતા પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા કોંગ્રેસનાં આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા.ડાંગ જિલ્લાનાં આહવા ખાતે વિરોધ પ્રદર્શન કરતી વેળાએ ડાંગ જિલ્લા યુવક કૉંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે આ સરકારનાં રાજમાં મોંઘવારી આસમાને પોહચી છે.તેનો સીધો ભાર ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવાર પડી રહ્યો છે.આજે ભાજપ સરકારનાં રાજમાં દારૂનો ભાવ સસ્તો છે.અને ખાવાનું તેલ મોંઘુ થયુ છે.આ પ્રસંગે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતીનાં પ્રમુખ મોતીલાલ ચૌધરી,એઆઇસીસી ડાંગનાં પ્રભારી મહેરદીનખાન,ડાંગ જિલ્લા કૉંગ્રેસ મહામંત્રી મુકેશ પટેલ,મોહન ભોંયે,ડાંગ કૉંગ્રેસ કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે,યુવા પ્રમુખ રાકેશ પવાર,હરીશ ચૌધરી,ગમન ભોયે,લતાબેન ભોયે સહિતનાં આગેવાનોએ ઉપસ્થિત રહી મોંઘવારી અને જીએસટીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો…Post Views:
1

ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો વાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here