વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ તા.૫ ઓગષ્ટ : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાની પિંપરી શાળાનાં વિદ્યાર્થીઓએ પવિત્ર શ્રાવણ માસમાં માટીમાંથી બાર જ્યોતિર્લિંગ બનાવી ભક્તિની અદમ્ય ભાવના ચરિતાર્થ કરી…પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.શ્રાવણ માસમાં ભગવાન શિવજીની ઉપાસના સહિત આરાધના કરાય છે.ત્યારે ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પિંપરીનાં ધોરણ 9 થી 12નાં વિદ્યાર્થીઓએ પવિત્ર શ્રાવણ માસમાં માટીમાંથી બાર ઈકોફ્રેન્ડલી જ્યોતિર્લિંગ બનાવી આ તમામ જ્યોર્તિલિંગ વિશે સમજણ રજુ કરી હતી.શ્રાવણમાં દરેક શિવાલયોમાં જળાભિષેક સાથે શિવલિંગની પૂજા કરવામાં આવે છે.ત્યારે ડાંગ જિલ્લાની પિંપરી શાળાનાં વિદ્યાર્થીઓએ સોમનાથ,નાગેશ્વર,મહાકાલેશ્વર,ઓમકારેશ્વર,વિશ્વનાથ,કેદારનાથ,ઘૃષ્ણેશ્વર ભીમશંકર,મલ્લિકાર્જુન વૈદ્યનાથ,રામેશ્વરમ,ત્રંબકેશ્વરમ જ્યોતિર્લિંગનાં આકાર મુજબ રચના કરી હતી.ડાંગ જિલ્લાની પીંપરી શાળામાં 12 જેટલા જ્યોતિલીંગ એકી સાથે પ્રગટ કરાતા શાળાનાં કેમ્પસમાં હર હર મહાદેવ,જય ભીમદેવ,જય કેદારનાથ,જય રામેશ્વરનાં ભક્તિમય નારાથી ગૂંજી ઉઠ્યુ હતુ.અહી ભારતીય જન સેવા સંસ્થાનનાં ટ્રસ્ટી અશ્વિનભાઈ ચીખલીયા તેમજ દાતા નવીનકાકાએ ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓની નવ સર્જનાત્મક પ્રવૃત્તિને ધ્યાનમાં લઇ શાળાનાં આચાર્ય કે.આર.પરમાર તથા અમિતા સોલંકી અને સમગ્ર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા…
Post Views:
0

ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો વાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….
….