અંબાજી ના ગબ્બર ઉપર ચુંદડીવાળા માતાજી નો 95 મો જન્મદિવસ મનાવ્યો

0
34
5 ઓગસ્ટ,વાત્સલ્ય સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શક્તિપીઠ અંબાજી નગરીના ગબ્બર ગઢ વિસ્તારમાં છેલ્લા 93 વર્ષથી રહેતા ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની નો આજે 95 મો જન્મદિવસ તેમના ભક્તો દ્વારા કેક કાપી ને માતાજીની આરતી સાથે નવચંડી યજ્ઞ કરીને મનાવવામાં આવ્યુ હતુ.અંબાજીના ગબ્બર ખાતે રહેતા ચુંદડીવાળા માતાજી 11 વર્ષની ઉંમરે પોતે અન્નજળ ત્યાગીને માત્ર હવા ઉપર જીવતા હતા અને તેમના ઉપર અનેક પરીક્ષણ થયા હોવા છતાં વિજ્ઞાનને પણ માત આપી હતી પણ તેઓનું 93 વર્ષની ઉંમરે તેઓ દેવલોક પામતાં અંબાજી ગબ્બર વિસ્તારમાં ભારે સન્નાટો છવાઈ ગયો હતો. આજે તેમની ગેરહાજરીમાં પણ તેમના ભક્તો દ્વારા ગબ્બર ચુંદડી વાળા માતાજી ની ગુફા ખાતે કેક કાપી ચુંદડીવાળા માતાજી ને 95 વર્ષને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આદિવાસી લોકો એ પણ ચુંદડીવાળઆ માતાજી નો જન્મ દિવસ દેશી ઢોલ કરતા સાથે પોતાની સંસ્કૃતિમાં નાચગાન કરીને મનાવ્યો હતો.જોકે અંબાજી ચુંદડી વાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની દેવલોક થતતા છેલ્લા બે વર્ષથી નથી પણ તેમની મૂળ જગ્યાએ તેમની પ્રતિમા બનાવીને બેસાડવામાં આવી છે જ્યાં ભકતો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવે છે, અમદાવાદથી આવેલા તેમના અનુયાયી જશુભાઇ પટેલ પણ તેમની ગેરહાજરીમાં તેમના જન્મદિવસને જન્મદિવસ માં આવતા ભારે ભાવુક બન્યા હતા અને તેમને તેમનું શરીર માત્ર નથી પણ તેમની આત્મા અમર છે અને તે આ સ્થળ ઉપરજ છે તેમ કહી ભાવુક બન્યા હતા અને લોકો આજે પણ તેમની ગેરહાજરીમાં મોટી સંખ્યામાં તેમના સ્થળે જોવા મળે છે.આ માહિતી આપતાં મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું .Post Views:
4

ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો વાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here