રાજપીપળા સિવિલ હોસ્પિટલની જગ્યા બદલાઈ પરંતુ સમસ્યા જેવી હતી તેવીજ છે : નિરંજન વસાવા

0
43


રાજપીપળા સિવિલ હોસ્પિટલની જગ્યા બદલાઈ પરંતુ સમસ્યા જેવી હતી તેવીજ છે : નિરંજન વસાવા

રાજપીપળાની ૧૦૩ વર્ષ જૂની સિવિલ હોસ્પિટલ હાલમાંજ વડીયા પેલેસ પાસે નવનિર્મિત આયુર્વેદિક હોસ્પિટલ કેમ્પસમાં ખસેડાઇ છે

તા.૦૫ ઓગષ્ટ
વાત્સલ્યમ સમાચાર
રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લો એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે અહીંયા શિક્ષણ આરોગ્ય સહિતના પેરામીટર્સ ને સુધારો લાવવા માટે સરકાર કરોડ રૂપિયા ખર્ચ કરે છે પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ નર્મદા જિલ્લામાં સેવાઓ પૂરતી ન હોવાની વારંવાર બૂમો ઊઠે છે

રાજપીપળાની એકમાત્ર જૂની સિવિલ હોસ્પિટલની ઇમારત જર્જરિત થઇ જતાં હાલમાંજ સિવિલ હોસ્પિટલ વડીયા પેલેસ પાસે નવનિર્મિત આયુર્વેદિક હોસ્પિટલ કેમ્પસમાં ખસેડાઇ છે ત્યારે નવી જગ્યાએ પણ આરોગ્ય સુવિધાઓ જેસે થે !!! આવા આક્ષેપ સરપંચ પરિષદના નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવાએ લગાવ્યા છે

નિરંજન વસાવાએ અગાઉ પણ જૂની સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી અને દર્દીઓને પડતી મુશ્કેલીઓ અંગે સિવિલ હોસ્પિટલના વડા ને રજૂઆત કરી હતી ત્યારે હોસ્પિટલ ના વડા દ્વારા ઇમારત જર્જરિત છે, જગ્યા ઓછી પડે છે વિગેરે રાગ અલોપવામાં આવ્યો હતો હવે જ્યારે સિવિલ હોસ્પિટલ નવી મોટી બિલ્ડિંગમાં ખસેડાઈ છે ત્યારે આજે સરપંચ પરિષદ પ્રમુખ નિરંજન વસાવાએ હોસ્પિટલ માં દર્દીઓની મુલાકાત લીધી ત્યારે નવી હોસ્પિટલમાં પણ સુવિધાઓ નો અભાવ હોવાના આક્ષેપ કર્યા છે

તેઓની હોસ્પિટલ ની મુલાકાત દરમિયાન ચારથી પાંચ વોર્ડમાં કોઈ ડોક્ટર મળ્યા ન હતા ફક્ત ઈમરજન્સી વોર્ડમાં બે ડોક્ટર મળ્યા હતા તેવું તેમણે જણાવ્યું હતું ઉપરાંત સિરિયસ પેશન્ટને પ્રાથમિક સારવાર આપીને વડોદરા રીડર કરી દેવાય છે તેઓ પણ તેઓએ આક્ષેપ કર્યો છે સાથે જ સીટી સ્કેન, એમ.આર.આઈ , લોહીના કેટલાક ટેસ્ટ કરાવવા માટે પ્રાઇવેટ લેબોરેટરીમાં જવું પડતું હોય છે જેના કારણે દર્દીઓને મુશ્કેલી ઊભી થાય છે ત્યારે રાજપીપળા એ નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે ત્યારે અહીંયા આરોગ્યની પૂરતી સુવિધાઓ ઉભી કરાય તેવી તેઓએ માંગ કરી છેPost Views:
0

ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો વાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here