વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ માલેગામનાં રહેવાસી શાંતારામભાઈ પ્રભાતભાઈ ઠાકરેનાઓનો મોબાઇલ ફોન એક મહિના પૂર્વે સાપુતારાથી માલેગામ ઘાટ માર્ગમાં કોઈક જગ્યાએ પડી ગયેલ હતો.જે મોબાઇલ ગુમ થતા યુવકે સાપુતારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.જે ફરીયાદનાં આધારે સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજનનાં માર્ગદર્શન હેઠળ હેડકોન્સ્ટેબલ સંજયભાઈ ભોયે તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ચુડાસમા અને રાજભા ધાખડાએ મોબાઈલને ટ્રેસ કરતા આ મોબાઈલ મળ્યો હતો.જેથી સાપુતારા પોલીસની ટીમે આજરોજ માલેગામનાં યુવકનો ખોવાયેલ મોબાઈલ શોધીને પરત કરતા આ યુવકનાં ચહેરા પર સ્મિત રેડાયુ હતુ.અને સાપુતારા પોલીસ મથકની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો..
Post Views:
1

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….
….