સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતીમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરાઇ

0
74


દેશ માટે બલિદાન આપનારા સૈનિક પરિવારોને મદદરૂપ બનવા અપીલ કરાઇ

        સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી સભાખંડ ખાતે સશસ્ત્ર સેવા ધ્વજદિનની ઉજવણી કરવામાં આવી હતી.

        શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા “સશસ્ત્ર સેના ધ્વજદિન” આપણને એક અનેરો અવસર પુરો પાડે છે. દર વર્ષે તા.૦૭ ડિસેમ્બરના રોજ ભારત દેશમાં ઉજવવામાં આવે છે. “સશસ્ત્ર સેના ધ્વજદિન” નિમિત્તે સાબરકાંઠા કલેકટરશ્રી હિતેષ કોયાએ પ્રથમ ડોનેશન આપીને સાબરકાંઠાવાસીઓને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી.

        લોકો દ્વારા અપાયેલો ફાળો માજી સૈનિકો, સ્વર્ગીય સૈનિકોની ધર્મપત્નીઓ અને તેઓના પરિવારજનોના હિતાર્થે સરકારશ્રી દ્વારા ધડાયેલા નીતિ નિયમો મુજબ ઉપયોગમાં લેવાય છે, આથી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી શ્રીએ  સર્વેને ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, છે જો આપ  સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે ફાળો  આપવા ઇચ્છતા હોવતો કલેક્ટર અને પ્રમુખશ્રી, સશસ્ત્ર સેના ધ્વજદિન ફંડ, સાબરકાંઠાના ખાતા નં ૩૦૯૧૫૯૫૧૫૪૬, SBI(main), હિંમતનગર(સા.કાં) બ્રાંચ કોડ-૩૮૧, IFSC:SBIN0000381ના     નામનો ચેક/ડ્રાફ્ટ અથવા ઇન્ટરનેટ બેકિંગ, મોબાઇલ વોલેટ, ડિઝિટલ પેમેન્ટ એપ્સ(ફોન પે, ગુગલ પે) યુ.પી.આઇ. સર્વિસથી જિલ્લા સૈનિક કલ્યાણ  અને યુનર્વસવાટ કચેરી, બ્લોક-સી/૧૦૮, પ્રથમ માળ બહુમાળી ભવન જિલ્લા સેવા સદન સાબરકાંઠા હિંમતનગર ૩૮૩૦૦૧ ખાતે રોકડ જમા કરાવી શકાશે.Post Views:
0

વાત્સલ્યમ્ સમાચારના સાબરકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here