7 ડિસેમ્બર,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
મત ગણતરી સ્થળે લોખંડી સુરક્ષા બંદોબસ્ત : 500 થી વધુનો કાઉન્ટીગ સ્ટાફ જોડાશે.બનાસકાંઠા જિલ્લામાં કુલ 72.49 ટકા મતદાન થયું છે.હવે આવતીકાલે ગુરુવારે જિલ્લાની નવ વિધાનસભા સીટોની મત ગણતરી જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરાવાની છે. જેથી વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. EVM ડેડીકેટેડ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે તેની સઘન સુરક્ષા રાખવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ એક વિધાનસભા સીટ પર પહેલા રાઉન્ડમાં 14 EVM ની ગણતરી કરવામાં આવશે જે થકી આવતા તમામ વિધાનસભા બેઠકો ઉપર મત ગણતરી હાથ ધરાશે. આવતીકાલે ગુરુવારે બનાસકાંઠાની 9 વિધાનસભાની સીટોની મત ગણતરી જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતે હાથ ધરાવવાની છે. જેને લઈને તમામ EVM ડેડીકેટેડ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે તેની સઘન સુરક્ષા CAPFના જવાનો કરી રહ્યા છે તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. બીજી બાજુ CCTV દ્વારા પણ તેના ઉપર નજર રખાઈ રહી છે. 9 વિધાનસભાની તમામ બેઠકો ઉપર 14 ટેબલો ઉપર મતગણતરી હાથ ધરાશે. જેમાં વાવમાં 24 રાઉન્ડ, થરાદમાં 19 રાઉન્ડ, ધાનેરા 20 રાઉન્ડ, દાંતા 22 રાઉન્ડ, વડગામ 22 રાઉન્ડ, પાલનપુર 20 રાઉન્ડ, ડીસામાં 21 રાઉન્ડ, દિયોદર 19 રાઉન્ડ અને કાંકરેજમાં 22 રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરાશે. જેમાં 500 થી વધુનો કાઉન્ટીગ સ્ટાફ જોડાશે. 9 વિધાનસભાના 75 ઉમેદવારોના ભાવિ EVM મશીનમાં સીલ છે. આવતીકાલે બપોર સુધી તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઈ જશે અને તમામ વિધાનસભાના લોકોને પોતાના નવીન ધારાસભ્ય મળી જશે.જશે.
Post Views:
16

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….
….