મહારાષ્ટ્રથી ગીરનાર ટ્રેકિંગ માટે આવેલ ટુરિસ્ટની કિંમતી ટ્રેકિંગ સ્ટિકસ ભવનાથમાં ગુમ થતા નેત્રમ શાખાએ શોધી આપી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તા.૭, મહારાષ્ટ્ર રાજ્યના પૂણે શહેર ખાતે રહેતા અરજદાર ભુષણ અયાચીત હાલમાં જૂનાગઢ ખાતે ટુરીસ્ટ તરીકે આવેલ હોય, અને ભવનાથ ખાતે ગીરનાર પર્વતમાં ટ્રેકીંગ માટે જવા ઓટો રીક્ષામાં બેઠેલ અને તેમની સાથે અમેરીકાથી ખાસ ટ્રેકીંગ માટે ખરીદેલ ૪ નંગ હાઇકીંગ સ્ટીક્સ સાથે લાવેલ હોય જે હાઇકીંગ સ્ટીક ઇમ્પોર્ટેડ ક્વોલીટીની સ્ટીક હોય કે જે ૧ સ્ટીકની કીંમત અંદાજે ૬૪ ડોલર એટલે કે ભારતીય ચલણમાં અંદાજે ૫,૦૦૦/- જેટલી છે એટલે કે ૪ નંગ સ્ટીક મળી રૂ. ૨૦,૦૦૦/- ની કીંમતની સ્ટીક તેમની સાથે હતી.
ભવનાથ ખાતે ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની સાથેની ૪ ઇમ્પોર્ટેડ હાઇકીંગ સ્ટીક્સ તે ઓટો રીક્ષામાં જ ભુલી ગયેલ, ઓટો રીક્ષા શોધવા માટે ઘણી મહેનત કર્યા બાદ પણ ઓટો રીક્ષાનો કોઇ પતો ના મળતા તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
જો કે લોકોને મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા જૂનાગઢ રેન્જના આઈજી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, ખાસ સૂચના કરવામાં આવેલ હોય.ત્યારે જૂનાગઢ હેડ ક્વા. ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો. હાર્દિકસિંહ સીસોદીયા, દેવેનભાઇ સીંધવ, વિમલભાઇ ભાયાણી, રાહુલગીરી મેઘનાથી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ભુષણ અયાચીત જે ઓટો રીક્ષામાં બેઠેલ તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા ઓટો રીક્ષાના નંબર GJ 11 UU 1419 શોધી કાઢવામાં આવેલ.
નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ઓટો રીક્ષા ચાલકને શોધી રૂ. ૨૦,૦૦૦/- ની કીંમતની ૪ નંગ ઇમ્પોર્ટેડ હાઇકીંગ સ્ટીક્સ ગણતરીની કલાકોમાં શોધી પરત આપેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા પોતાની કીંમતી ઇમ્પોર્ટેડ હાઇકીંગ સ્ટીક્સ સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ટુરીસ્ટ તરીકે આવેલ ભુષણ અયાચીત દ્રારા પોલીસ અધિક્ષક સાહેબને ટ્વીટ કરી પોલીસ સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
Post Views:
0

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….
….