દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા ને ખુલ્લી ચર્ચા ની માંગ સાથે નો પત્ર.
ધારાસભ્ય ના પત્ર મુજબ પ્રેસ મીડિયા ને સંબોધી ને નર્મદા જિલ્લાના ભાજપ, કોંગ્રેસ, અને આપ પાર્ટી ના આગેવાનો કોન્ટ્રકટરો અને અધિકારીઓ પાસે નિયમિત હપ્તા ઉઘરાવતા હોવાના અને ગદાર હોવાના ગંભીર આરોપો લગાવેલ છે.આ નેતાઓમાં નામ જોગ મારું, (ર) મોતીભાઈ વસાવા(માજી ધારાસભ્ય) (૩) શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત માજી પ્રમુખ (૪) પર્યશાબેન વસાવા, નર્મદા જિલ્લા પંચાયત ના હાલ ના પ્રમુખ,(પ) નાંદોદ નાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, તથા નાનાભાઈ રવિ દેશમુખ, તથા કોર્પોરેટર વીરભાઈ દરબાર તથા પાર્ટી ના નેતાઓ પર હપ્તાઓ ઉઘરાવવાના અને ગદાર હોવાના આરોપો આપે લગાવેલ છે. જેનાથી અમારા પરિવાર,સગા સબંધીઓ, સમર્થકો અને જાહેર જનતા આ બાબતે ખુલાસો માંગી રહ્યા છે. આપે જેટલા આગેવાનો પર નામ જોંગ આરોપી લગાવેલ છે એ તમામ બંધારણીય હોદ્દા પર લોક પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. જેથી આ બાબત નો રૂબરૂ પુરાવા સાથે નો ખુલાશો અનિવાર્ય બની રહે છે.જેથી આપ શ્રી આ પત્ર મળ્યે પછી દિન ૩ મા નર્મદા જિલ્લાના કોઈ પણ સ્થળે આપ ની અધ્યક્ષતા માં અમને પ્રેસ મીડિયા અને જાહેર જનતા ને બોલાવી આ ભ્રષ્ટાચાર અને ગદાર અંગે ની ખુલ્લી ચર્ચાઓ રાખી ઉજાગર કરો એવી અમારી માંગણી છે. જો આપ આમ કરવામાં નિષ્ફળ જશો તી, દિન ૭ પછી અમને તમામ ને રાજકીય રીતે વેતરી નાખવામાં અને છબી ખરડાવવા બદલ આપ પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેશો,
હવે જોવું રહ્યું સાંસદ આ પત્ર બાબત માં પોતાની શું પ્રતિક્રિયા આપે છે અને જાહેર માં ચર્ચા માં આવે છે કે નહિ!!

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો