તા.૨૫ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પશુઓના છાંયડા, પાણી, ચારાની સહાય, દવા સહિતની વ્યવસ્થાઓની ચકાસણી કરી
રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીના આદેશો મુજબ નાયબ કલેકટરશ્રી વિવેક ટાંકના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય પડધરી તાલુકાના કાળીપાટ ગામે આવેલ ‘મા ગૌરી ગૌશાળા’ની તપાસણી પડધરી મામલતદારશ્રી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
રાજયના અબોલ પશુધન પ્રત્યે જીવદયાની કુણી લાગણી ધરાવતી રાજય સરકાર દ્વારા ગૌશાળાના પ્રત્યેક પશુ માટે અપાતી રૂ. ૩૦ની ચારા સહાયની તપાસ પણ કાળીપાટની ગૌશાળા મુલાકાત દરમ્યાન કરવામાં આવી હતી. પશુધનની જાળવણી અને સંવર્ધન માટે બનાવાયેલી અનેકવિધ યોજનાઓનું અમલીકરણ સ્થાનિક સ્તરે થતું હોય છે. ત્યારે હાલના ધોમધખતા તાપમાં ગૌશાળની ગાયો સહિતના પશુઓ માટે છાયડા, પીવાના પાણી સહિતની સુચારૂ વ્યવસ્થા ઉપલબ્ધ છે કે નહી તેની ચકાસણી પણ આ તબક્કે કરાઇ હતી.
રાજય સરકારની ચારા માટેની સહાયનો સુચારૂ ઉપયોગ થાય છે કે નહી તે પડધરીના મામલતદારે સુનિશ્ચિત કર્યુ હતું. તેમજ પશુઓને નિયમિત દવા આપવામાં આવે છે કે નહી તેમજ આ ધોમધખતા તાપમાં પશુઓ આરોગ્યવિષયક અન્ય વ્યવસ્થાઓ અને સાધનો પૂરતા પ્રમાણમાં છે કે નહીં વગેરેની તપાસ પણ કરાઇ હતી.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો