ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે વિસનગર ખાતે સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેરીત ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે પટેલ અમથીબા મો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન વિસનગર નતૂન સર્વ વિધાલય ખાતે કરવામાં આવ્યું છે. 24 મે થી 30 મે દરમિયાન નૂતન સર્વ વિધાલય ખાતે સવારે 08-30 કલાકથી સાંજે 06-00 કલાક દરમિયાન આ શિબિર યોજાઇ રહી છે.
વિસનગર નૂતન સર્વ વિધાલય ખાતે આયોજીત શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે એસ.કે.યૂનિના પ્રમુખ પ્રકાશભાઇ પટેલ,જ્યોતિ હોસ્પિટલના ડો મિહીર જોષી,નૂતન સર્વ વિધાલયના આચાર્ય સુધીરભાઇએ સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે માર્ગદર્શન પુરૂ પાડી સાહિત્ય અકાદમની આ પ્રવૃત્તિની પ્રસંશા કરી હતી
અત્રે ઉલ્લેખનીય છેકે રાજય અને રાજય બહાર રાષ્ટ્ર અને આંતર રાષ્ટ્રી ય સ્તવરે તેનું ગૌરવ સ્થા પિત કરી શકાય તેવા વિશાળ અભિગમ સાથે ગુજરાતી,હિન્દી,ઉર્દુ,સિંધી,સંસ્કૃત અને કચ્છી અકાદમીઓ કાર્ય કરે છે. અકાદમીઓના ભાષા સાહિત્ય વિકાસ અને ઉત્કગર્ષ માટે કાર્ય કરે છે.
ગુજરાત સાહિત્ય અકાદમીએ ગુજરાત રાજ્યમાં બોલાતી ભાષાઓ અને તેના સાહિત્યિક વિકાસ માટે સમર્પિત સરકારી સંસ્થા છે. તેની સ્થાપના વર્ષ ૧૯૮૧માં કરવામાં આવી હતી. આ અકાદમી રાજ્યની મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત, હિંદી, સંસ્કૃત, સિંધી, કચ્છી અને ઉર્દૂ ભાષાના સંવર્ધન માટે કામ કરી રહી છે.આ પ્રસંગે ટ્ર્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટ્રી લક્ષ્મીબેન શિબીરાર્થીઓ તેમ મહાનુંભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ તેમણે જણાવ્યું હતું

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો