નર્મદા: કામકાજના સ્થળે મહિલાઓ સાથે જાતીય સતામણી થાય તો શું કરવું ? તે અંગે કાયદાકીય સેમિનાર યોજાયો
રાજપીપળા: જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા નર્સિંગ કોલેજ રાજપીપળા ખાતે લીગલ સેમિનાર નું આયોજન કરાયું હતું જેમાં કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતી સતામણી અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત કોલેજની વિદ્યાર્થીનીઓ , કર્મચારીઓ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફગણ ને આ કાયદા અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી સાથે કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. મહિલાઓ ને પોતના કામકાજ ના સ્થળે જો જાતીય સતામણી થાય તો તેઓ કાયદાકીય શું પગલાં લઈ શકે કઈ રીતે મદદ મેળવી શકે તે અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી આ સેમિનારમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એ.કે. વકાણી, સિવિલ હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારી ડૉ આરતી શર્મા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે બી પરમાર, ડૉ. મર્ગિત ગજજર પ્રોફેસર, વહીવટી અધિકારી રમિશ ભાઇ, ડીસ્ટ્રિક મિશન કોઓર્ડીનેટર પ્રણયભાઇ એરડા, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર દીપિકાબેન ચૌધરી, ૧૮૧ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર જીનલબેન ચૌધરી, ફિલ્ડ ઓફિસર હેમંતભાઈ ચૌધરી અને સચિન ભાઈ રાઠવા, સહિત આ સેમિનારમાં હાજર રહ્યા હતા

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો