તા.૨૫ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ટ્રાફિક નિયમો વિષે જાગૃતિ લાવવા માટે રાજકોટ આર.ટી.ઓ. દ્વારા રાષ્ટ્રીય શાળા કેમ્પસ ખાતે “રોડ સેફટી અવેરનેસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી કે.એમ.ખપેડ અને રોડ સેફ્ટી સલાહકાર શ્રી જે.વી.શાહ દ્વારા વિદ્યાર્થીનિઓ અને નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે માટે તલસ્પર્શી સંવાદ કરીને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન, ડ્રાઈવિંગ લાઇસન્સની અગત્ય, હેલ્મેટ, વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સહિત સલામત ડ્રાઈવીંગ અંગે માહિતગાર કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત ઓવર ટેઇક અને ઓવર સ્પીડને કારણે થતી અકસ્માતની સંભાવના ઘટાડવા અને નોર્મલ સ્પીડમાં વાહન ચલાવવા માટે આર.ટી. ઓ.એ નાગરિકોને અનુરોધ કર્યો હતો. અને ટ્રાફિકના નિયમોનું પાલન કરીને વાહન ચલાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો