તા.૨૫ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
આઈ.ટી.આઈ.રાજકોટ દ્વારા આયોજિત ભરતીમેળામાં ૪૭ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા સતાણી ફોર્જ એન્ડ ટર્ન, મેટોડા સ્થિત કંપની માટે ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ., આજી ડેમ પાસે, રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.એન.સી. ઓપરેટર, ઈન્સ્પેકટર, ફોર્જિંગ પ્રેસ ઓપરેટરની જગ્યાઓ માટે અનુભવી કે બિનઅનુભવી ઉમેદવારો માટે ફિટર, ટર્નર, મશિનિસ્ટ, ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, ડ્રાફ્ટસમેન, વેલ્ડર, ડિઝલ મિકેનિક, ડિપ્લોમા મિકેનિકલ સહીતની શાખાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ મેળાની શરૂઆતમાં કંપનીના ડાયરેક્ટરશ્રી કરણભાઈ સતાણી દ્વારા પ્રિ-પ્લેસમેન્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીનું સ્થળ, કંપની દ્વારા ઉત્પાદિત વસ્તુઓ, હોદ્દો, સેલેરી, કરવાની થતી કામગીરી સહિતની જરૂરી માહિતીઓની જાણકારી ઉમેદવારોને આપવામાં આવી હતી. ત્યારબાદ કંપનીના એચ.આર. મેનેજરશ્રી જયેશભાઈ પરમાર તેમજ ટેકનિકલ ડાયરેક્ટરશ્રી કરણભાઈ સતાણી દ્વારા હાજર ૬૫ ઉમેદવારોનાં મૌખિક ઇન્ટરવ્યુ દ્વારા ફોર્જિંગ વિભાગ, સી.એન.સી. મશીનિંગ વિભાગ તથા ક્વોલિટી કંટ્રોલ માટેના ઇન્સ્પેક્શન વિભાગમાં જુદી જુદી જરૂરિયાત પ્રમાણે જરૂરી લાયકાત ધરાવતાં ૪૭ ઉમેદવારોની પસંદગી કરી કરવામાં આવી હતી.
પસંદગી પામેલ ઉમેદવારોને રૂ.૧૩૦૦૦ થી ૧૮૦૦૦ પગાર આપવામાં આવશે. કંપનીના નિયમાનુસાર પગારધોરણ તેમજ રહેવાની ફ્રી સુવિધા મળવાપાત્ર છે. પસંદગી પામેલ ઉમેદવારોએ કંપનીમાં તાત્કાલિક ધોરણે જોઈનીંગ કરવાનું રહેશે. સરકારી સંસ્થા દ્વારા થતાં ઉત્તમ કાર્ય બદલ કંપનીએ આઈ.ટી.આઈ રાજકોટના અધિકારીઓને બિરદાવી ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ધો.૮ અને ધો.૧૦ પછી તુરંત જ આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવી વ્યવસાયિક ઉજ્જવળ કારકિર્દી ઘડી શકાય છે. આઈ.ટી.આઈ. સરકારી સંસ્થા હોવાથી ભાઈઓને ૬ માસની માત્ર નજીવી એવી રૂ. ૬૦૦ અને બહેનોને વિનામૂલ્યે પ્રવેશ આપતી રાજકોટ આઈ.ટી.આઈ. ૧૬ એકરનાં વિશાળ કેમ્પસમાં આવેલી છે. જેમાં જુદા જુદા છ વર્કશોપમાં વિવિધ ગ્રુપના ૨૬ થી વધુ ટેકનિકલ કોર્સની તાલીમ આપવામાં આવે છે, હાલ આઈ.ટી.આઈ.માં પવ્રેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય, વિદ્યાર્થીઓને લાભ લેવા તથા વધુ વિગતો માટે આઈ.ટી.આઈ.રાજકોટનો રૂબરૂ સંપર્ક કરવા આઈ.ટી.આઈ. રાજકોટનાં આચાર્યશ્રી સાગર રાડિયાએ અનુરોધ કર્યો છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો