શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા -બાલંભા, તાલુકો- જોડીયા નું માર્ચ 2023 નુ ધૉરણ -૧૦ એસએસસી બૉર્ડની પરીક્ષાનું ઝળહળતું ૯૩.૩૩% પરિણામ આવતા વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ ગયેલ છે.
ગત વર્ષનુ શાળાનું એસએસસીનું પરિણામ ૨૩.૩૩% હતું જેને સુધારવા માટે શાળાના બંને શિક્ષકો શ્રી આર આર કાનાણી તથા શ્રી સંદીપભાઈ કમાણી દ્વારા તનતોડ મહેનત કરાવીને આ વર્ષનુ ઝળહળતું ૯૩.૩૩% પરિણામ લઈ આવેલ છે
માર્ચ-૨૦૨૩માં ધોરણ ૧૦ માં આ શાળાની વિદ્યાર્થીનીઓ રેકોર્ડ બ્રેક ૧૦૦% ટકા પરિણામ લઈ આવેલ છે
વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકો દ્વારા અથાક મહેનત કરીને બોર્ડનું ઝળહળતું પરિણામ લઈ આવીને ગામ તથા જિલ્લાનું નામ રોશન કરવા બદલ ખુબ ખુબ શુભેચ્છા

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો