જંબુસર તાલુકાની વિવિધ શાળાઓનું એસએસસી બોર્ડનું પરિણામ જાહેર

0
56
જંબુસર તાલુકાની વિવિધ શાળાઓનું એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું. જંબુસર કેન્દ્રનું ૪૮ ટકા પરિણામ જાહેર થયું. મૌલાના મદની મેમોરિયલ હાઇસ્કુલની વિદ્યાર્થીની કેન્દ્રમાં પ્રથમ.

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૩ માં લેવાયેલી ન્યુ એસએસસી બોર્ડનું પરિણામ આજરોજ જાહેર થતાં જંબુસર નગર અને તાલુકાની વિવિધ શાળાઓનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં કંઈ ખુશી કહી ગમ ના માહોલ જોવા મળ્યો હતો. જેમાં જંબુસર નગરની મૌલાના મદની મેમોરિયલ હાઇસ્કુલ ની વિદ્યાર્થીની પટેલ ફાતીમાબાનું નજીરે ૯૩.૩૩ ટકા ગુણ મેળવી જંબુસર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત પ્રાપ્ત કર્યો છે. જેમાં જંબુસર કેન્દ્રનું ૪૮.૧૫ ટકા પરિણામ જાહેર થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર નગર ની નવયુગ વિદ્યાલયમાં પ્રથમ ક્રમે પરમાર જૈનીલ કમલેશે ૯૨.૬૬ સાથે પ્રથમ જ્યારે દ્વિતીય ક્રમે સિંધા રાજવીરસિંહ વિજયસિંહે ૮૮.૧૬ ટકા અને સિંધા હર્ષરાજસિંહ વિનોદસિંહે ૮૮ ટકા મેળવી તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. શાળાનું પરિણામ ૬૭.૮૫ ટકા આવેલ છે. મૌલાના મદની મેમોરિયલ હાઇસ્કુલનું ૪૭ ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં પ્રથમ ક્રમે પટેલ ફાતિમાબાનું નજીર ભાઈએ ૯૩.૩૩ ટકા તેમજ દ્વિતીય ક્રમે પટેલ અસ્મા મહંમદ સઈદે ૮૭.૩૩ ટકા તેમજ ગોદર હુમેરા હનીફે ૮૫.૫૦ ટકા ગુણ મેળવી શાળામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આદર્શ ગર્લ્સ હાઇસ્કુલનું ૭૧.૨૧ ટકા પરિણામ આવેલ છે જેમાં પ્રથમ ક્રમે પટેલ હુમા મહમુદે ૯૦.૬૬ ટકા તેમજ સુરાવાલા મન્ટસા મહંમદ હુસેને ૮૬.૬૭ ટકા સાથે દ્વિતીય તેમજ શેખ આમીના મહંમદે ૮૬ ટકા ગુણ મેળવી તૃતીય ક્રમ મેળવ્યો છે. શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલનું
૪૫.૯ ટકા પરિણામ આવેલ છે જેમાં પ્રથમ ક્રમે પટેલ કુતાથઁ નરેન્દ્રભાઇએ ૮૯.૩૩ ટકા જ્યારે દ્વિતીય ક્રમે ગોહિલ મેઘાવીબેન ધર્મેન્દ્રસિંહે ૮૬ ટકા અને પરમાર વૈભવીબેન હિતેશભાઈએ ૮૪.૩૩ ટકા ગુણ મેળવી તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે મધુબેન કન્યા વિદ્યાલયનું ફક્ત ૯ ટકા પરિણામ આવેલ છે. તેમાં પ્રથમ ક્રમે ચૌહાણ રમીલાબેન રમેશભાઇએ ૫૫.૫ ટકા સાથે પ્રથમ જ્યારે દ્વિતીય ક્રમે વાઘેલા મનીષાબેન સનાભાઇએ ૫૩.૮૩ ટકા સાથે દ્વિતીય રહ્યા છે.
જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો પૂંજા વિદ્યામંદિર નહારનું ૭૪.૧૧ ટકા પરિણામ આવેલ છે જેમાં પ્રથમ ક્રમે મોરી અર્પણાબેન અજીતસિંહે ૮૬ ટકા સાથે જ્યારે દ્વિતીય ક્રમે પઢીયાર મીતાબેન રણજીતભાઈએ ૮૨ ટકા સાથે અને મકવાણા વૈભવ કુમાર રાજેન્દ્રભાઈએ ૮૧.૫ ટકા સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. કાવી હાઇસ્કુલમાં પ્રથમ ક્રમે મુકરદમવાલા હસન ઐયુબે ૮૫.૧૬ ટકા જ્યારે દ્વિતીય ક્રમે અસાલી ફાતિમાંએ ૮૪.૫૦ ટકા અને મુકરદમવાલા કુલસુમે ૮૨.૮૩ ટકા સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. રામ કબીર ઉ.બુ વિદ્યાલય રૂનાડનુ઼ં પરિણામ ૬૬ ટકા આવેલ છે. જેમાં પ્રથમ ક્રમે પ્રજાપતિ વૈશાલીબેને ૭૪.૬૭ ટકા જ્યારે દ્વિતીય ક્રમે ઠાકોર પાયલ બેને ૭૩.૬૭ ટકા અને પટેલ વિરલ કુમારે ૭૦.૬૭ ટકા ગુણ મેળવી શાળામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે ભડકોદરા શાળા નું પરિણામ ૬૩.૬૪ ટકા જાહેર થયું છે જેમાં પ્રથમ ક્રમે ચોક્સી હફસા સાજીદે ૮૩.૩૩ ટકા જ્યારે પટેલ રૂકૈયા ઇરફાને ૮૨.૩૩ ટકા સાથે દ્વિતીય અને કડુ હલીમાં આ.સત્તારે ૭૯.૫૦ ટકા ગુણ સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જ્યારે સારોદ હાઇસ્કુલનું ૩૭ ટકા પરિણામ જાહેર થયેલ છે જેમાં પ્રથમ ક્રમે ગના ઝયનબ મ.રફિકે ૮૨.૫ ટકા તેમજ ભાના ફાતિમાએ ૮૧.૫ ટકા સાથે દ્વિતીય અને સિંધા ક્રિષ્ના કિરીટે ૭૬.૭૩ ટકા ગુણ સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જ્યારે ટંકારી બંદર શાળાનું ૬૯ ટકા પરિણામ જાહેર થયેલ છે જેમાં પ્રથમ ક્રમે અબ્દાલ મુબારક ભાઈ મહેબૂબે ૬૯.૫ ટકા જ્યારે પૃથ્વીરાજ સોલંકીએ
૬૯ ટકા સાથે દ્વિતીય ક્રમ અને પટેલ મહંમદ નજરે ૬૮.૬૬ ટકા સાથે શાળામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે જંબુસર શહેર અને તાલુકામાં અન્ય વર્ષોની સરખામણી જોતા પરિણામ ઓછું આવેલ છે . ૨૦૧૯માં આવેલ કોરોના જેવા મહામારી રોગને કારણે લાંબા સમય સુધી બાળકો શાળામાં શિક્ષણ પ્રાપ્ત ન કરી શકવાને કારણે તેની અસર હજુ જોવાં મળી રહી છે. જો કે તાલુકામાં નહાર કેન્દ્રનું ૬૧.૪૫ ટકા અને ગજેરા કેન્દ્રનું ૫૧ ટકા પરિણામ આવેલ છે.

” જંબુસર નગરની પ્રતિષ્ઠિત મૌલાના મદની મેમોરિયલ હાઇસ્કુલની વિદ્યાર્થીની પટેલ ફાતીમાંબાનું નજીર કેન્દ્રમાં પ્રથમ આવી છે. જોકે ચાલુ સાલે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું તેમાં પણ મૌલાના મદની મેમોરિયલ હાઇસ્કુલની વિદ્યાર્થીની જ કેન્દ્રમાં પ્રથમ આવી હતી. શાળાનાં આચાર્યના રાહબર હેઠળ શિક્ષકોની મહેનત રંગ લાવી છે. ‘

વાત્સલ્યમ્ સમાચારના ભરુચ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here