તા.૨૫ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર ખાતે મુસાફરી દરમ્યાન બેભાન થયેલા દર્દીનો કિમતી માલ-સામન તેના સગાને પરત કરી “૧૦૮ એમ્બ્યુલન્સ સેવા”એ પ્રમાણિકતા અને નૈતિકતાનું નમૂનેદાર ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
આ પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગતો આપતા ઈ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસનાં પ્રોગ્રામ મેનેજરશ્રી અભિષેક ઠાકરએ જણાવ્યું હતું કે, મોડાસાનાં રહેવાસી એવા સ્નેહલભાઈ શુક્લાને બસ મુસાફરી દરમિયાન જેતપુર નજીક ખેંચ(આંચકી)આવતા જાગૃત નાગરિકે ૧૦૮ નો સંપર્ક કર્યો હતો. જેથી ઈ.એમ.ટી. રાજેન્દ્ર ગોસ્વામી અને પાયલોટ મનુભાઈ લાલુ તાત્કાલીક ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી બેભાન થયેલા દર્દીને એમ્બ્યુલન્સમાં જરૂરી સારવાર આપી જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.
ઈજાગ્રસ્તની તપાસ કરતાં તેમનાં ખિસ્સામાંથી રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહીત અંદાજિત રૂ. ૯૦,૦૦૦/- નો સામાન તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા, જે ઈજાગ્રસ્તના ભાઈ આકાશભાઈ શુક્લાને જેતપુર ૧૦૮ની ટીમે સહી સલામત પરત કરી પ્રમાણિકતાનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. ૧૦૮ ની ટીમની પ્રમાણિકતા અને સજાગતા બદલ દર્દીના પરિવારજનોએ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો