26 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
માલગઢ શાળાના ઉમા વિભાગમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી ભાસ્કર કુમાર શાંતિલાલ રાવલ એ શિક્ષણ ટીવી TVશાસ્ત્ર વિષય સાથે ડૉ. રામજી ભાઈ એન. પટેલ પ્રોફેસર અને હેડ એમ. એડ. કોલેજ વડુ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ના માર્ગદર્શન હેઠળ ‘ઉચ્ચતર માધ્યમિક શાળા ઓ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની હતાશા અને મનોવેગશિલતા નો કેટલાક ચલોના સંદર્ભમાં અભ્યાસ’ શીર્ષક પર શોધ નિબંધ કાર્ય પૂર્ણ કરી પી. એચ. ડી. ની પદવી મેળવી સમાજ,ગામ અને શેઠ શ્રી એલ.એચ માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ તા. ડીસા નું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.આ અંગે ભાસ્કર રાવલ ના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી આપણે સૌ સમયાંતરે આત્મહત્યાના તેમજ ઘર છોડીને જતા રહેવાની ઘટનાઓ સાંભળીએ છીએ એમાંય ખાસ કરીને વિદ્યાર્થીઓ અવસ્થામાં પોતાનું પરિણામ નબળું આવવાની બાબતમાં કે ક્યારેક પોતાની અપેક્ષાઓ પ્રમાણે ન થવાથી યુવકો હતાશ બની જાય છે અને એ હતાશા ઉપર પોતાના મનોવેગો હાવી થઈ જાય છે જેના કારણે વ્યક્તિ પોતાની જાત પરનો કાબુ ખોઈ બેસે છે, તેનું માનસિક સંતુલન ખોરવાઈ જાય છે અને જેના કારણે તે આત્મહત્યા કે ઘર છોડી જવાની વૃત્તિ કરી બેસે છે તો આવા વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને યોગ્ય માર્ગદર્શન આપી તેમનું જરૂરી કાઉન્સેલિંગ કરી અને તેમના મનને સંતુલિત કરી આવી ઘટનાઓમાંથી રોકી શકાય છે. જેના ભાગરૂપે વાસણ (ધાણધા) ગામના વતની અને અત્યારે પાલનપુર રહેતા શ્રી ભાસ્કરકુમાર શાંતિલાલ રાવલ કે જેઓ શેઠ શ્રી એલ. એચ. માળી આદર્શ હાઇસ્કુલ માલગઢ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સંસ્કૃત વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમણે પીએચડી કક્ષાએ ‘ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ની હતાશા અને મનોવેગશીલતાનો કેટલાક ચલોના’ સંદર્ભમાં અભ્યાસ વિષય પર મહાશોધ નિબંધ પૂર્ણ કરેલ છે અને ડોક્ટરેટ ની પદવી પ્રાપ્ત કરેલ છે. જે ગૌરવની બાબત છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો