તા.૨૬.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ ટાઉન પોલીસે ગતરોજ મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ લોખંડ નાં સળિયા અને પાઇપો ભરેલ ટેમ્પો ૭૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ટાઉન પોલીસ ગતરોજ નિત્યક્રમ મુજબ પેટ્રોલિંગ માં હતી દરમ્યાન પાવાગઢ બાયપાસ રોડ કાળીભોંય ત્રણ રસ્તા નજીક એક થ્રી વ્હીલ અતુલ શક્તિ ટેમ્પામાં લોખંડ નાં સળિયાની ભારીઓ તેમજ પાઇપો ભરેલ પસાર થઈ રહ્યો હતો.તે દરમ્યાન પોલીસે તે ટેમ્પાને શંકાસ્પદ લાગતા તેને રોકી તેની પૂછપરછ કરતા ટેમ્પામાં ભરેલો માલ સામાન ક્યાંથી લાવ્યા કઇ લઇ જાવ છો તેનું બિલ માંગતા ટેમ્પામાં સવાર ત્રણેય ઈસમોની પૂછપરછ કરતા સંતોષ પૂર્વક જવાબ ન આપતાં પોલીસે ત્રણેય ઇસમો પર ટેમ્પા માં ભરેલા માલ બાબતે શંકાસ્પદ લાગતા રાકેશ ખુમાનસિંહ પરમાર, શેલેશ ભારતસિંહ રાઠોડ બંનેવ રહે.નવા ઝાંખરિયા.તા.હાલોલ,જ્યારે ભરતસિંહ દલપતસિંહ પરમાર.રહે.અભેટવા તા.હાલોલ નાઓની અટકાયત કરી અતુલ શક્તિ છકડો જેની કિંમત રૂ.૪૦,૦૦૦/-, લોખડ નાં સળિયાની ભારિઓ નંગ ૬ જેની કિંમત ૨૬,૦૦૦/-, લોખડ ની પાઇપો રૂ.૬૦૦૦/- મળી કુલ ૭૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો