Back

મતગણતરીના દિવસે વિજાણું સાધનો લઇ જવા પર પ્રતિબંધ

 મતગણતરી સ્થળની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં વાહનો લઇ જવા પર પ્રતિબંધ

૨૦ ખેરાલુ વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણીની મતગણતરીની કાર્યવાહીનું સરળ અને શાંતિપૂર્ણ રીતે સંચાલન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે વિવિધ આદેશ કરેલ છે.જેમાં મતગણતરીના દિવસે ૨૪ ઓક્ટોબર ૨૦૧૯ના ૦૫-૦૦ કલાકથી ૨૪-૦૦ કલાક સુધી મતગણતરીના સ્થળ મર્ચન્ટ એન્જીનીયરીંગ કોલેજ બાસણા તાલુકો વિસનગરની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં કોઇપણ વ્યક્તિ મોબાઇલ ફોન,સેલ્યુલર ફોન,કોડલેસ ફોન તથા વાયરલેસ સેટ,વોકીટોકી  કે સંદેશા વ્યવહારના અન્ય કોઇ ઉપકરણો સાથે લઇ જઇ શકશે નહિ અથવા તેનો ઉપયોગ કરી શકશે નહિ,આ ઉપરાંત મતગણતરી મથકના કંમ્પાઉન્ડ કે મથકની અંદર કોઇપણ વ્યક્તિ બાકસ,લાઇટર,ગેસ લાઇટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજવસ્તુઓ લઇ જઇ શકશે નહિ કે તેનો ઉપયોગ કરી શકશે નહિ. તેમજ મતગણતરી મથકના કંમ્પાઉન્ડ કે આસપાસના ચારેબાજુની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇ વ્યક્તિ વાહનો લઇ જઇ શકશે નહિ કે પાર્ક કરી શકશે નહિ

આ હુકમ ચૂંટણી અંગેની મતગણતરીની કામગીરી માટેના ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારીઓ,જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી માટે ફરજ ઉપર મુકાયેલ પોલીસ સ્ટાફ તથા અન્ય સુરક્ષા સ્ટાફ,ભારતના ચૂંટણીપંચ દ્વારા અધિકૃત કરેલ અધિકારીઓને,જિલ્લા મેજીસ્ટ્રેટ,અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણા અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત કરવામાં આવે તેને લાગું પડશે નહિ. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ પાસેથી મોબાઇલ ફોન,સેલ્યુલર ફોન,કોડલેસ ફોન તથા વાયરલેસ સેટ,વોકીટોકી જેવા સાધનો મળી આવશે તો સ્થળ પરના સુરક્ષા અધિકારી આ સાધનો જપ્ત કરી શકશે તેમજ હુકમના કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

ખેરાલુ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..